________________
માતા...' એટલા પંકિતખંડમાં જ રડતા બાળક માટે માતાના ઉચાટ અને રઘવાટ કેવા મૂર્ત થયા છે ! બાળકને ઝટઝટ છાનો રાખવા તત્ક્ષણ દૂધભર્યા પુષ્ટ સ્તનને બાળકના મુખમાં મૂકતી માતાનું ચિત્ર માતૃસંવેદનાનો સ્પર્શ કરાવે છે.
કોશાને ત્યાં આવેલા સ્થૂલિભદ્રના વ્યક્તિત્વનો પરિચય કવિ કેવી નાવીન્યપૂર્ણ વિશિષ્ટ અભિવ્યક્તિછટાથી કરાવે છે તે જુઓ :
પૂછઇ સહીઅરસાથિ ઇંદ્ર અવતર્યĞક ના ના, પારવતી-ભરતાર ચંદ્ર સૂરિજ કઈ ના ના, નલકુમ્બર કઈ ધનદ કઇ સુરતિવલભ ના ના, ભરહેસર હિરચંદ દેવનારાયણક ના ના.' (૨.૫૬)
*
સખી સુણ્યઉ જે શ્રણિ, સગુણ નર સોઈ કિ હા હા, પિંગલ ભરહ કવિત્ત ગીત ગુણ જાણ ક હા હા, વિજ્જાહલ વ્યાકર્ણ લહઇ પારસીક હા હા ચઉરાસી આસત્ર કોકરસ લહઇ કિ હા હા, સુકબહુત્તરી વિનોદકથા સવિ કહઇક હા હા.' (૨.૫૭)
અહીં બન્ને કડીઓ જાણે કે પ્રશ્નોત્તરી સ્વરૂપે આલેખાઈ છે. એક કડીમાં પ્રશ્નાવલિનો અલ્પાક્ષરી ઉત્તર ના ના,’ અને બીજી કડીમાં પ્રશ્નાવલિનો અલ્પાક્ષરી ઉત્તર ‘હા હા.’ આ એક વિશિષ્ટ અભિવ્યક્તિ છે.
શું અહીં આવ્યો છે તે આ છે ? આ છે ? આ છે ?” એમ મનોમન પ્રશ્ન ઊભા કરીને આડકતરી રીતે તો સ્થૂલિભદ્રના વ્યક્તિત્વને આ બધાની સાથે સરખાવવામાં આવ્યું છે; પણ વિશિષ્ટ રીતે. તેમ પછીની કડીમાં થૂલિભદ્રની નિપુણતાનો પરિચય અપાયો છે; તે પણ વિશિષ્ટ રીતે.
પુરુષને ઘાયલ કરવાની કોશાની નિપુણતા કેવી છે ? જુઓ : ભમુહ કમાણિ કરી તિહાં તાકઇ તીર-કડા,
ગુરુજ ગદા ભુજદંડ સ્થઉં ભેદઇ ભીમ ભડા.' (૨.૬૫) કોશાને અહીં નયનભ્રમરની કમાન કરીને (આંખોનાં) કટાક્ષ-તીર તાકતી, ગદા સમા ભુજદંડ વડે પુરુષને ભેદતી કલ્પી છે. કોશાનાં અંગોપાંગનું સૌંદર્ય અને આભૂષણો જ કામકલાકૌશલ્યમાં એનાં શસ્ત્રો છે.
નીચેની કડીઓમાં કોશાની કામોદ્દીપક ચેષ્ટાઓનું જે વર્ણન છે એમાં ચિત્રાત્મકતા છે, ગતિ છે; અને એ સમગ્ર વર્ણન દ્વારા કોશાની પ્રણયસંવેદનાનું પ્રત્યક્ષીકરણ છે.
૧૦૬ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org