SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૦૫ આ ઉપરાંત ગર્ભસ્થ જીવની વેદના, ગર્ભવિકાસની પ્રક્રિયા, નરકની યાતના, પરમાધામીઓના જુલ્મો, અકુલીન સ્ત્રીનો ઘરકંકાસ, ગૃહસ્થજીવનનો રોજિંદો કકળાટ જેવા વિષયોને, કેવળ તદ્વિષયક સાહજિક વિગતો રજૂ કરીને, કવિ વર્ણવે છે. • કાવ્યસ્પર્શ પામેલાં રસિક વર્ણનો ઉપર દર્શાવ્યાં તે વર્ણનોની સાથે, આ કૃતિમાં સરસ્વતીદેવીનાં, સ્થૂલિભદ્રના શૈશવનાં, એમના લાલનપાલનનાં, માતપિતાનાં વાત્સલ્યનાં, કોશાના રૂપસૌંદર્યનાં, એની શૃંગારચેષ્ટાઓનાં, સ્થૂલિભદ્રકોશાનાં વિશિષ્ટ વ્યક્તિત્વને નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિથી ઉઠાવ આપનાર, સ્થૂલિભદ્ર-કોશાના ભોગવિલાસનાં, ધૂલિભદ્રની મનઃસ્થિતિનાં, કોશાની હૃદયવ્યથા અને વિરહવેદનાનાં જે વર્ણનો છે. તે ભાવની ઉત્કટતાને લઈને, અલંકારવિભૂષિત થઈને કે સુંદર કલ્પનચિત્ર રૂપે અંકિત થઈને - કોઈ ને કોઈ રીતે કાવ્યસ્પર્શ પામ્યાં છે. કવિ સરસ્વતીના સાત્ત્વિક સૌંદર્યનાં, વસ્ત્રાલંકારોનાં, દેવીના શ્વેત શણગારનાં - એની સમગ્ર શોભાનાં કલ્પનાસમૃદ્ધ અને આલંકારિક વર્ણનો કરે છે. ક્યાંક કવિ આ શોભા વર્ણવતાં નાદવૈભવની છોળ ઉડાડે છે. જેમ કે - ઘમઘમ ઘૂઘર ઘમઘમકંતય ઝંઝર રિમઝિમ રણરણકંતય કરિ ચૂડી રણકંતિ કિ દિLઈ, તુહ સિંગાર કઉ સહ ઉuઈ.” (૧.૯) ક્યાંક કવિની કલ્પના ગગનમંડળનાં નક્ષત્રોને પોતાના ઊંડળમાં લે છે : રવિશશિમંડલ કુંડલ કિદ્ધા, તારા મસિ મુગતાલ વિદ્ધા' (૧.૮) બાળ સ્થૂલિભદ્રની શૈશવચેષ્ટાઓનું ચિત્ર ક્રિયારૂપોની બહુલતા દ્વારા કવિ કેવું ઉપસાવે છે તે જુઓ : લીલા લટકંતઉ, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલનંતી, હવીતલિ પડતઉં, પુત્ર આખડતલું, ન રહઈ રડતઉ, ઢણકતઉ” (૨.૨૦) અહીં બે જ પંક્તિમાં બાળકની કેવી કેવી મુદ્રાઓ ચિત્રાંકિત થઈ છે ! સ્થૂલિભદ્ર બાળકનાં થતાં લાલનપાલન અને માતાના વાત્સલ્યનું ચિત્ર જુઓ : ધાઈ તવ માતા થણહર માતા દૂધિભય તે મુખિ ઠવઈ, રાખઈ વલિ રોતઉ, રહઈ વિગોતઉ પહિરણિ પોતઉ, માય ચવઈ, પાલણી પઢાડઈ, વસ્ત્ર ઓઢાડઈ, બહિનિ રમાડઈ, લલીઅ લલી, સિણગાર સુહાવઈ, લાડ કરાવઈ, વર પહિરાવઈ ઝુલિ વલિ' (ર.૨૧) આ આખાય વર્ણનમાં બાળકના લાલનપાલન અર્થે માતાની એક પછી એક બદલાતી ક્રિયાઓ દ્વારા ગતિશીલ ચિત્ર તો ઊભું થાય જ છે; પણ એમાં વાત્સલ્યનાં અમી વર્ષાવતી માતાની એક મંગલ - મનોહર મૂર્તિ પણ ઊપસે છે. ધાઈ તવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy