________________
વેદનાનાં, નરકની યાતનાનાં, વસંતનાં, વર્ષાઋતુનાં – એમ અનેક વર્ણનો અહીં થયાં
છે.
- આ બધાં સ્થળ, સમય, મહોત્સવ, વ્યક્તિ આદિનાં બાહ્ય વર્ણનો તો ખરા જ, સાથેસાથે સ્થૂલિભદ્રના મનોહેંદ્રનાં, આંતરવિમર્શનો, કોશાની હૃદયવ્યથાનાં, કોશાની વિરહ વેદનાનાં પણ વર્ણનો કવિએ આપ્યાં છે.
પણ કેવળ વર્ણન-વિષયોની પ્રચુરતા એ કંઈ કવિની સિદ્ધિ બની શકે નહીં. એ વર્ણનો કેવો કાવ્યસ્પર્શ પામી શક્યાં છે એમાં કવિની સિદ્ધિ છે.
ક્યાંક કવિએ સ્વાભાવિક વીગતોવાળાં વર્ણનો આપ્યાં છે તો ક્યાંક વિવિધ અલંકારોથી વિભૂષિત કરી, ક્યાંક ભાવની ઉત્કટતા સિદ્ધ કરી, ક્યાંક સરસ મઝાનાં કલ્પનાચિત્રો સર્જી, ક્યાંક નાવીન્યપૂર્ણ અભિવ્યક્તિછટા આણી એ વર્ણનોને રસસૌંદર્યમંડિત પણ કર્યા છે. • સ્વાભાવિક વીગતોવાળાં વર્ણનો
આવાં વર્ણનોમાં કવિ જે વિષય વર્ણવે છે તેની અનેક ઝીણી ઝીણી વિગતોને કવિ નિરૂપે છે. જેમકે, પાડલપુરનગરનું વર્ણન કરતાં એ નગરનાં કોટ, ગઢ, ફરતી જલખાઈ, દરવાજા, શૈવ-જૈન મંદિરો, પૌષધશાળાઓ, ચોર્યાસી ચૌટાં, વાડી, ઉદ્યાન વગેરે સ્થળોની વિગતો કવિ આપે છે. સાથે એ નગરની પ્રજાને પણ વર્ણવે છે. રાજાથી માંડી સામાન્ય પગપાળા જનો, શૂરવીરોથી માંડી છોગાળા પુરુષો, શ્રીમંતો અને અંત્યજો – એમ વિવિધ વ્યક્તિત્વ ધરાવતા નગરજનો – નરનારીઓની ઝીણવટભરી વિગતોને કવિ સમાવે છે.
સ્થૂલિભદ્રના જન્મમહોત્સવનું એવું જ વીગતભર્યું રસિક વર્ણન કવિ આપે છે. મંગલ-ધોળ ગવાય છે, રાસ રમાય છે, અષ્યાણાં ભરી લાવી નરનારીઓ વધામણે આવે છે, નોબતો વાગે છે, માતાપિતા આશિષ આપે છે, ચામુંડાને ચંદરવો ચઢાવાય છે, ગુરુ, ગોત્રજ, ગૌરીને રીઝવવામાં આવે છે, દાન અપાય છે, ઘરો શણગારાય છે, ટોડલે કેળ રોપાય છે, વંદનમાલાનાં તોરણો બંધાય છે, પ્રત્યેક કુટુંબને સહકુટુંબ ભોજન અપાય છે. આમ વિગતોમાં પણ રસ પડે એવું આ વર્ણન છે.
યુવાન યૂલિભદ્રની રાજસવારીનુંએના વનવિહારનું, વનવિહાર કરતાં કરતાં એણે કરેલા પ્રકૃતિદર્શનનું વર્ણન પણ આવું જ વિગતપ્રચુર બન્યું છે. વનનાં પશુપંખીઓ, વનની વનસ્પતિ, વૃક્ષ પરનાં વિવિધ ફળોનો સ્થૂલિભદ્ર કરેલો આસ્વાદ વગેરેનો કવિ આ વર્ણનમાં સમાવેશ કરે છે.
કોશાના આવાસનું વર્ણન કરતાં એની ચિત્રશાળા, પટશાલ, ગોખઝરૂખા, સ્તંભો, ઘુમ્મટ, તાર, ટોડલા તેમજ એ સૌની સજાવટનાં વર્ણનો કવિએ અહીં આપ્યાં છે. ૧૦૪ / સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org