SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નાકરદની સમીક્ષા / ૧૦૩ ઉત્તરાધ્યયનસૂત્ર'ના બીજા અધ્યયનમાં જ્ઞાનપરીષહના દૃષ્ટાંત રૂપે સ્થૂલિભદ્ર એમના સંસારી અવસ્થાના મિત્ર ધનદેવને મંત્રના પ્રભાવે સુખી કર્યાનું જે કથાનક આવે છે તેનો આ કવિએ સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ-અંતર્ગત એક પંક્તિમાં ટૂંકો ઉલ્લેખ કર્યો છે. સિંહગુફાવાસી મુનિનું દષ્ટાંત મૂળ ગ્રંથોમાં આવે છે તેનો આધાર લઈ આ કવિએ કૃતિના ચોથા અધિકારમાં પંદરેક કડીમાં આ કથાનકને નિરૂપ્યું છે. ઉ.મા.માં આ મુનિ સંભૂતિવિજય ગુરુ પાસે કોશાની બહેન ઉપકોશાને ત્યાં ચાતુમસ ગાળવાનો આદેશ માગે છે અને એ આદેશ લઈ ઉપકોશાને ત્યાં જાય છે. પણ “શી”, “ભ.બા.વૃ', યો.' વગેરે ગ્રંથોમાં આ મુનિને કોશાને ત્યાં જતા દર્શાવ્યા છે. અહીં કવિ “ઉ.મા. ને નહીં, પણ અન્ય ગ્રંથોનાં કથાનકને અનુસરી, સિંહગુફાવાસી મુનિને કોશાને ત્યાં જતા આલેખ્યા છે. પણ એમ કરવાથી આ કૃતિમાંના વસ્તુનિરૂપણમાં સુગ્રથિતતા અને સઘનતા આવી શક્યાં છે. કેમકે “આ મુનિ સ્થૂલિભદ્રની સ્પર્ધામાં અને ઈષ્યમાં આવ્યા જણાય છે એ વાત કોશા જ યોગ્ય સંદર્ભમાં બરાબર પક્કી શકે. અને અગાઉ સ્થૂલિભદ્રથી પ્રતિબોધ પામેલી કોશા જ આ મુનિને પદાર્થપાઠ આપી બોધ પમાડે એમાં વસ્તુવિષયનો સુગ્રથિતપણે માર્મિક કાવ્યાત્મક ઉઠાવ આવે છે. આમ ધૂલિભદ્રના પ્રસિદ્ધ ચરિત્રકથાનકમાં, અન્ય ગ્રંથોની તુલનામાં કવિ ‘ઉ.મા.અને વિશેષ અનુસરતા અને ક્યાંક અન્ય ગ્રંથોને અનુસરતા દેખાય છે. મૂળ ગ્રંથોનો જરૂરી આધાર લઈને, વિસ્તૃત કથાનકનો ઠીકઠીક ભાગ છોડી દઈને, ક્યાંક કેવળ નિર્દેશ કરવો જ પર્યાપ્ત ગણીને કવિએ નિજ સર્જક-શક્તિથી આ કાવ્યકૃતિનું નિર્માણ કર્યું છે. આ કૃતિની સમીક્ષાનો આપણો બીજો મુદ્દો એ છે કે કથન નહીં, વર્ણન અહીં વિશેષ ધ્યાન ખેંચે છે. આપણે સમીક્ષાના પ્રથમ વિભાગમાં વસ્તુવિષયનું કડીવાર જે વિશ્લેષણ કર્યું તેના પરથી પણ વર્ણન-વિષયોની કેટલીક યાદીનો ખ્યાલ આવ્યો હશે જ. અહીં સરસ્વતીદેવીનાં, પાડલપુરનગરનાં, ધૂલિભદ્ર-જન્મમહોત્સવનાં, સ્થૂલિભદ્રના શૈશવનાં, માતાપિતાના વાત્સલ્યનાં, સ્થૂલિભદ્રના યૌવનસંક્રમણનાં, રાજસવારીનાં, વનવિહાર અને વનશોભાનાં, કોશાના રૂપસૌંદર્યનાં, વસ્ત્રાભૂષણનાં, શૃંગારસજાવટનાં, કોશાનાં ગાન-વાદન-નર્તન આદિની કલાનિપુણતા દ્વારા સ્થૂલિભદ્રને રીઝવવાના પ્રયાસોનાં, ધૂલિભદ્ર-કોશાના ભોગવિલાસનાં, કામક્રીડાનાં, કોશાના આવાસનાં, સ્થૂલિભદ્રના પુનરાગમને કોશાને ત્યાં આનંદમહોત્સવની તૈયારીનાં, ગર્ભસ્થ જીવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy