SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર / ૨૭૩ ગ, ૪ તવ સિરીઉ મારાં પિતા; રવ, ગ, ઘ, ૫, , ૮, ૪ કાઢી. 1 પ્રતમાં ૪ પ્રતની ૧૩મી કડીની ૧લી અને ૧૪મી કડીની રજી પંક્તિ મળીને આ કડી બની પાઠચર્ચા : બીજી પંક્તિમાંનો ‘કઢી' પાઠ ૪ પ્રતમાં “કદી' જેવો વંચાય છે, પણ એ સ્પષ્ટ લેખનદોષ જ જણાય છે. એ સુધારીને “કઢી' કરી લીધો છે. અન્ય પ્રતોમાં મળતો “કાઢી’ પાઠ એનો આધાર છે. બેટાન તેડી કરી, ભૂપ કરઈ પરધાન, વડ બંધવનઈ તેડવા, આવ્યઉં રૂપનિધાન. ૧૪ ગદ્યાનુવાદ પુત્રને તેડીને રાજા અને પ્રધાન કરે છે. મોટા ભાઈને તેડવા રૂપનિધાન (શ્રીયક) આવ્યો. વિવરણ: નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ ગ્રહણ કરવા કહેલું પણ શ્રીયકે મોટા ભાઈને મંત્રીપદ મળે એવો આગ્રહ રાખ્યો. પાઠાંતર : ૨. ટ વડા; ર૩, પ, ટ આવિ/આવઈ: ૪ જુઓ ૧૩મી કડીનું પાઠાંતર. ઈદ હાટકી આવ્યઉં તવ તેડઉં, લ્યઉ હિત ખેડુ કરિ ઝાલ કરવાલ, ગરિકા-સહવાસ, મુકિ તમાસઉ સાદ કરઈ ભૂપાલ, કરયો સવિશેષ પતિ લેખ, સંભાલકે ભંડાર મૂકી સુખનિદ્રા, પહિર મુદ્રા, લ્યઉ સઘલક વ્યાપાર, ૧૫ - ગદ્યાનુવાદ : “તમને તેડું આવ્યું છે. હવે ઢાલ લો. હાથમાં તરવાર પકડો. ગણિકાનો સહવાસ અને આ તમાશો મૂકો. રાજા બોલાવે છે. ભૂપતિએ જે ગણના કરી છે તેને સવિશેષ કરી બતાવો. ભંડાર સંભાળો. સુખચેનની નિદ્રા છોડો. (રાજી મુદ્રા ધારણ કરો. અને સઘળો કારોબાર (હાથમાં) લો. .' પાઠાંતર : ૧. ઇ લહઈ (લ્યઉ'ને બદલે). ૨. ૨૪ સુહવા – (‘સહવાસઉને બદલે). ૩. ર૩, ૪ કરિજ્યો; ગ સંભલઉ. ૪. ગ સવિનિદ્રા. નિજ મંદિર આવઉં, ચાલ ચલાવઉં, બાપ તરઉ વલિ પાટ, સેવકજન સઘલા. રાખલ જમલા, ઘઉ વયરી-મુખિ ઘટ, સુકુલીશી ઘરણી, ભોગવિ પરણી, કીજઈ કુલ-આચાર, પદવી પ્રતિપાલઉં, કુલ અજૂઆલઉ સંતોખલે પરિવાર૧૬ ગદ્યાનુવાદ : નિજ નિવાસમાં આવો. રિવાજને ચાલતો રાખો. વળી પિતાની ગાદી સંભાળો. સઘળા સેવકજનોને પાસે રાખો અને દુશ્મનોને મુખે દાટો દ્યો. કુળવાન ગૃહિણીને પરણીને ભોગવિલાસ કરો. કુળનો આચાર પાળો. પદવીનું રક્ષણ કરો, કુળને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy