________________
અજવાળો અને પરિવારને સંતોષો.
પાઠાંતર : ૧. ૪ ભાર (‘ચાલ’ને બદલે); પિતા (બાપ’ને બદલે). ૨. ૬, ૭ સબલા (‘સઘલા’ને બદલે); TM કરસ્યું (રાખઉ'ને બદલે). ૩. ૪ ભોગિણિ ભમરી (ભોગિવ પરણી'ને બદલે). ૪. ૬ નિતિ પાલઉ (પ્રતિપાલઉ'ને બદલે).
અવિચલ જગ ભીતરિ, લ્યઉ સચરાચઅર, જસ કીતિ જ્યવાદ, કીઇ ઘર ચિંતા, સુષિ ગુણવંતા, પરિહરીઇ પરમાદ, ભૂપતિ વિંસ આગ઼ઉ, જનક માણઉ કાંઈ જાણઉ ઘરસૂત્ર, હઈડઈ ગહિંબરી૯, તવ નીસરીલ લાછલિદેવીપૂત્ર ગદ્યાનુવાદ : આ જગતમાં અને સચરાચરમાં અવિચલ યશકીર્તિ અને જયવાદ (જયજયકાર) પામો. ઘરની ચિંતા કરો. ગુણીજનોને સાંભળો અને પ્રમાદને ત્યજો. રાજાને વશમાં આણો. પિતા મરાયા છે તો (હવે) કાંઈ વ્યવહાર જાણો.'
૧૭
ત્યારે હૃદયમાં વ્યાકુળ થયેલો લાછલદેવીનો પુત્ર નીકળ્યો.
પાઠાંતર : ૧. ૬ ગજ (જગ'ને બદલે); ગ, ૪ જસવાદ. ૨. ૨ કરીયઇ. ૪. T હીનેં ગૃહગીઉ; રૂ, ગ, ઘ, ૨, ૪, ૬, ૮, ૪ દેવર (દેવી'ને બદલે). પાઠચર્ચા : જ્ઞ પ્રતના ‘દેવીપૂત્ર’ પાઠને સ્થાને ઘણી પ્રતો દેવર પુત્ર' પાઠ આપે છે. ‘દેવર’ માંનો ‘૨’કાર એ સંબંધાર્થે વપરાયેલો અનુગ છે. બંને પાઠ સરખો અર્થ આપતા હોઈ અને બંધબેસતા થતા હોઈ મુખ્ય પ્રતનો પાઠ ચાલુ રાખ્યો છે.
દૂહા
આઘા પાઉ ન પાઠવઇ, િિાિર પાછઉં જોઇ, છયેલ તાઈ મિન છાંડતાં, વીસ વિમાસણ હોઇ. ૧૮
ગદ્યાનુવાદ : આગળ ડગ માંડતો નથી. ફરીફરી પાછું જુએ છે. છેલછબીલાના મનમાં આ છોડતાં વીસ વાર વિચાર થાય છે.
વિવરણ : બાર વર્ષ સુધી જેને ઘેર રહીં રંગરાગ માણ્યો તે છોડતાં સ્થૂલિભદ્રની માનસિક તાણનું ચિત્ર સચોટ બન્યું છે.
પાઠાંતર : ૧. ૧, ૨, જ્ઞ આઘઉ; ટ સાહમો જોઇ. ૨. ૧, ૩, ૪ છયલપણઇ મિન.
જે હોંઉ મોકલવટઇ, માથઇ ન પડ્યĞ ભાર,
તે ધોરી રિ જોતરઇ, ધૂન્નઇ સીસ અપાર. ૧૯
ગદ્યાનુવાદ : જે મોકળાશ (મોકળી વૃત્તિ)થી ચાલ્યો છે (અને) જેને માથે ભાર પડ્યો નથી તે બળદ હવે ધૂંસરીએ જોતરાતાં, પોતાનું માથું ખૂબ ધૂણે છે.
૨૭૪ / સહજસુંદસ્કૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org