________________
વિવરણ: આગળની કડીમાં દર્શાવ્યા પ્રમાણે શકટાલ મંત્રી પંડિતની કપટકલા ખુલ્લી પાડે છે ત્યારે પંડિત સંતાપ પામીને પોતાની પાસે અભ્યાસ કરતા બાળકોને એક દુહો લખીને શીખવે છે જેમાં શક્યાલ ઉપર આળ મૂકવામાં આવે છે. જુઓ પછીની કડી. પાઠાંતર : ૧. રવ મહુતઈ. ૨. લિખ્યો.
રાય લોક જાણઈ નહીં, જે સિંગડાલ કરિજ,
નંદરાય મારી કરી, સિરીઉ પાટિ ઠવિજ. ૧૨ ગદ્યાનુવાદ : “જે શકટાલ કરે છે તે રાજા-પ્રજા જાણતા નથી. એ નંદરાજાને મારીને શ્રીયકને ગાદીએ સ્થાપે છે.” પાઠાંતર : રવ, ગ, , , ૩, ૪ કડી નથી. ૧. ઇ ભોલુ રાજા ક ભોલુ લોક 2 નંદરાય (‘રાયલોકને બદલે); ઘ કાંઈ ન જાણઈ છે ન જાણઈ (જાણઈ નહીં ને બદલે); ઘ કરે ૮ કરેસ (કરિજ્જને બદલે). ૨. ઇ મારેવિ કરી; ઘ રાજિ (પાટિને બદલેઘ, છ હવેઈ ટ ઠવેસ (‘ઠવિજ્જને બદલે).
ઘરિ ઘરિ દૂહઉ સંભલી, કોપ કરઈ ભૂપાલ
તવ સિરીમાં માર્યઉ પિતા, કરિ કહૃહી કરવાલ. ૧૩ ગદ્યાનુવાદ : ઘેરઘેર દૂહો સાંભળીને રાજા કોપ કરે છે. ત્યારે શ્રીયકે હાથથી તરવાર ખેંચીને પિતાને માર્યા વિવરણ : આ કડીમાં શક્યાલની હત્યાનો પ્રસંગ એટલા બધા સંક્ષેપથી ઉલ્લેખાયો છે કે આખી વાત અસ્પષ્ટ રહી જાય કાં તો ખોટી રીતે સમજાય.
શ્રીયકે સજ્જન પિતાને કેમ માર્યો? એની મૂળ કથા આ પ્રમાણે છે : બાળકોને મોઢે દુહો સાંભળી રાજાને શંકા જતાં ગુપ્ત અનુચરોને શક્ટાલને ત્યાં મોકલ્યા. શાલને ત્યાં સિંહાસન-છત્ર આદિની તૈયારી થતી હોવાના હેવાલ રાજાને મળ્યો. હકીકતે તો આ તૈયારી શ્રીયકના વિવાહની હતી, પણ ગેરસમજનો ભોગ બનેલો રાજા શાલ પર કોપાયમાન થયો. તેણે મંત્રીને મારી નાખવાનું વિચાર્યું. આ જાણીને શwાલે જાતે જ વિષ પી લીધું. પછી તેણે પુત્ર શ્રીયકને સામેથી કહ્યું કે “તું જ રાજસભામાં મને તારા હાથે મારી નાખજે. તેમ કરવાથી બાકીનું આખું કુટુંબ રાજાના કોપમાંથી ઊગરી જશે. આમેય વિષપાનને કારણે મારું મરણ તો થવાનું જ છે.'
પછી શwાલ રાજસભામાં ગયો. રાજાએ મોં ફેરવી લીધું. શ્રીયકે કહ્યું કે દેશદ્રોહીનો વધ થવો ઘટે. આ ખગ્ર જ એનું મસ્તક છેદશે.” એમ કહી શ્રીયકે સ્વહસ્તે પિતાનો વધ કર્યો. જોકે પછી રાજાને સાચી પરિસ્થિતિની જાણ થતાં વરરુચિ પંડિતને દેશત્યાગ કરાવ્યો. પાઠાંતર : ૧. ટ સીખવિઓ (“સંભલીને બદલે); ૪ પ્રધાન (“ભૂપાલ'ને બદલે). ૨. ૨૭૨ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org