________________
પ્રેમ તણઉ જલ બહુલ, વયણરસલહિરિ લલત્તિ, કબરી જલશેવાલ, પાલિ યૌવન મયમરી, નવ ચક્રવાક થશહરયુગલ, કરઈ રંગ રામતિ રમલિ, શ્રી યૂલિભદ્ર ઝિલ્લઈ તિહાં, રમઈ હંસહંસી જમલિ” (૨.૧૧૪)
અહીં કોશા નારી તે સરોવર, મુખ તે કમળ, ભવાં તે કમળ ઉપર ગુંજારવ કરતા ભ્રમરો, આંખો તે મીનદ્રય, પ્રેમ તે જળ, મધુર વચન તે રસલહરી, ચોટલો તે શેવાળ, મદમાતું યૌવન તે સરોવરપાળ, સ્તનયુગ્મ તે ચક્રવાકની જોડ. આવા નારીસરોવરમાં સ્થૂલિભદ્ર સ્નાન કરે છે.
કવિએ વસંત માસને રાજાનું રૂપક આપીને વર્ણવ્યો છે. આવીઉ માસ વસંત ભૂપતિ પાયદલપતિ ચાતર્યઉં, રણઝણતિ મધુકરમાલ કમલે, તે સબલ પથદલ પરવર્યઉં, સહકાર સાર સંપત્ત પમ્બર, ગુડીઅ મયગલ માલિકા, ધૂલિભદ્ર, પુરષરતત્ર પબિઉ કરીય કેશુ તિ દીપિકા.” (૨.૧૧૮)
અહીં વસંત માસ રાજા છે, ભમરાઓની માળ રૂપી પાયદળથી તે વીંટળાયેલો . છે. ઉત્તમ સંપત્તિ રૂપી આંબા એ હાથીઓની માળા છે. એ વસંત રૂપી રાજા અહીં સ્થૂલિભદ્રનું મદનરૂપ જોવાના કુતૂહલથી પધાર્યા છે. તેમણે કેસૂડા રૂપી દીવો કરીને સ્થૂલિભદ્ર પુરુષરત્નને જોયો. ઉભેક્ષા :
કોશાના આવાસને વર્ણવતાં કવિ એના ઘુમ્મટને માટે બે ઉàક્ષા આપે છે : * જાણે કયેઉં રસણ મીંડઉં ગોમટ સરગછીંડઉં' (૨.૧૧૦) (જાણે રસનું મીંડું કર્યું હોય એવો, સ્વર્ગનું છીંડું હોય એવો ઘુમ્મટ)
.... મધુર વયણ બોલઈ મુખિ ઝીણી જાણે ફૂલ ખિરઈ..” (૨.૧૫૧).
મુખથી ઝીણાં મધુર વચન બોલે છે, જાણે ફૂલ ખરે છે.) દગ્ગત : * “અંધારઈ દીપક જિમ કિન્નઈ અજૂઆલઈ પરમારથ લિજ્જઈ, - યૂલિભદ્ર તિમ ધ્યાન ધરતાં નામ જાઉ ફલ હોઈ અનંતાં.” (૧.૧૯)
જેમ અંધારામાં દીવો કરવામાં આવે ત્યારે અજવાળામાં પરમ સત્યનું ગ્રહણ
થાય તેમ સ્થૂલિભદ્રનું ધ્યાન ધરતાં અને નામ જપતાં અગણિત ફળ મળે.) * “બોલઈ સહુ મન મિલતા માટઇ, દેખી દાઢ ગલઈ જિમ ખાઈ,
પાણી લૂણ ભલ્યઉ જિમ આટઈ, કિમ ઊઠઈ બાંઠા ગુણ સાટછે.” (૨.૮૬)
૧૧૪ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org