________________
‘ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૧૩
(કંચુકીની* કસ બાંધીને, (નિશાન તાકવા) ગોળા જોડીને ગાત્રરૂષી ગોફણ ઘૂમે
છે.)
હું નવ જાણ સાચવી, ભૂપતિ સાપ-કરંડ’ (૩.૩૨)
સાંગ રૂપક :
કવિએ અહીં સાંગ રૂપકવાળાં કેટલાંક સુંદર અને રસિક વર્ણનો કર્યાં છે. રૂપક અલંકારમાં જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ દર્શાવવા ઉપરાંત એ બંન્નેનાં કેટલાંક અંગો વચ્ચે પણ અભેદ દર્શાવવામાં આવે છે ત્યારે તે રૂપક સાંગ અથવા સાવયવ રૂપક બને છે.
સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ કરતાં થૂલિભદ્રને રાજાનું રૂપક આપીને એમના સંયમજીવનની કેટલીક વાતોને કવિએ આલેખી છે. આ આખું સાંગ રૂપક (૧.૨૬થી ૩૦) પાંચ કડી સુધી ચાલે છે.
* આ સ્થૂલિભદ્ર રૂપી રાજા નવ તત્ત્વરૂપી નગરમાં વસે છે. માયા-મોહનું દળ એનાથી કંપે છે. પુણ્યની સંપત્તિ છે. પંચમહાવ્રતની વખાર છે, શુભધ્યાનનું છત્ર છે, શીલના અલંકાર છે, સદ્બોધ અને જ્ઞાનરૂપી કોટવાળો છે. અઢાર સહસ્ર શીલાંગવાળો રથ છે, બુદ્ધિ, શુદ્ધિ, ચારિત્ર રૂપી હાથીઓ છે, ઉપશમશ્રેણી રૂપી ઘોડા છે, પાંચ સંવરની નોબતો છે, અને અનાસક્તિ રૂપી નારી બે હાથ જોડી આવા નરેન્દ્રની ભક્તિ કરે છે.
સ્થૂલિભદ્ર સાથે ભોગવિલાસમાં રત અને સ્નેહસિક્ત કોશાને કવિએ નવવર્ષાનું રૂપક આપીને વર્ણવી છે. જુઓ :
* અલિકુલ કજ્જલ સરલ, વેષ્ઠિ છલ મેહ સુઉન્નત, હસત દંત નવ હિત, પિમ્મજલ વરસત સુલલિત,
પીઉ પીઉ મુખિ બપ્પીહ રણણરણ નેઉર દુદ્દર, ઇંદ્રધનુષ સીમંત, સરિહિં સિંદૂર ત સુંદર,
નવ જ્લદ સરસ નારી નિપુણ, અંગિ વેલિ ફુલતિ લતિ, સિગડાલતત્ર નિતુ રંગરિ, થૂલિભદ્ર ભોગી રમતિ.’ (૨.૧૧૩)
આ સાંગ રૂપકમાં કોશા નવવર્ષા, કાળો ચોટલો તે મેઘ, હસતા દાંત તે વીજળી, પ્રેમી રૂપી જળ, પિયુ પિયુ' વતું મુખ તે બપૈયો, નૂપુર તે દેડકાં, સેંથો તે ઇન્દ્રધનુષ. કોશા રૂપી નવવર્ષમાં અંગ રૂપી વેલ ફૂલે-ળે છે.
આ જ ભોગવિલાસરત કોશાને માટે સરોવરનું રૂપક અપાયું છે તે જુઓ : નારિ સરોવર સબલ, સકલ મુખકમલ મનોહર, ભમુહ ભમર રણઝણતિ, નયનયુગ મીન સહોદર,
Jain Education International
C
For Private & Personal Use Only
www.jainelibrary.org