________________
* ફલ ઊપરિ મંકડ ગત્તિ કરઈ જિમ તાકીય તાકીય ફાલ ભરઈ તિમ દેખીય અત્યં મહારસ મંડય..” (૨.૮૧) જેમ વાંદરો તાકી તાકીને ફાળ ભરે છે અને ફળ તરફ ગતિ કરે છે તેમ
વેશ્યા) ધન જોઈને મહારસ આદરે છે.) : “કંઠિ વિલગ્નઇ ત્રાધિ જિસિ” (૨.૮૧).
(તે વેશ્યા) વ્યાધિની જેમ કંઠે વળગે છે.) * “જિસ્યઉ ધવલ ઈડઉં પંખિ તણઉં' (૨.૧૧૦)
((ઘુમ્મટ) પંખીના શ્વેત ઈંડા જેવો છે.) * “રાજા સાયરની પરઈં ભર્યઉ ન ભરચઈ કોઈ (૩૪૦)
(રાજા સાગરની પેઠે ભરેલો થતો નથી કે એને કોઈ ભરી શકશે નહીં). : “કોશા હઈડઈ આવઈ જિમ કાંચલીઉં નાગ' (૩.૫૪)
કાંચળીવાળા નાગની જેમ કોશા હૃદયમાં દુઃખી થાય છે.) * ઊંદિર માંજારી તિજીઈ નારી જિમ રાયણિનીકોલ' (૩.૮૮).
જેમ ઉંદર બિલાડીને ત્યજે અને રાયણના ઠળિયાને તજવામાં આવે એમ સ્ત્રીને
તજીએ.) જ કોઅચિની પરિ કેડ લાગઇ.” (૩૯૦)
( (મદન) કૌવચની પેઠે પાછળ પડે છે.) રૂપક : * “રવિશશિમંડલ કુંડલ કિદ્ધા, તારા મસિ મુગતાલ વિદ્ધા.' (૧.૮)
(સૂર્ય-ચંદ્રનાં કુંડળ કર્યા અને તારા રૂપી મોતી એમાં પરોવ્યાં.) * “નારિ-નદીજલિ કિદ્ધઉ સત્થર' (૧.૨૧)
(નારી રૂપી નદીના જળમાં પથારી કરી) “રાજા નંદ સુખી સદા, ગુણમણિરયણકરંડ' (૧.૬૦)
(નંદ રાજા સદા સુખી છે. તે ગુણરૂપી મણિરત્નોનો કરંડિયો છે.) * ખેડાં સોવિન ખીંટલી, વેણી કરિ તરૂઆરિ, (૨.૬૬) (સુવર્ણની ખીંટલીને ઢાલ અને વેણીને તલવાર કરીને)
અવિચલ ગિરિ થણ-જુએલ, રમણ યૌવન ભંડારહ, ગંગા-સિંધુ પ્રવાહ, હાર મુગતાફલ સારહ” (૨.૧૧૫) (સ્તનયુગ્મ તે અવિચળ પર્વત છે. યૌવન (એના) ભંડારનું રત્ન છે. ઉત્તમ
મુક્તાફલહાર તે ગંગા-સિંધુનો પ્રવાહ છે.) ક કંચૂકસ બાંધી ગોલા સાંધી ઘૂમઈ ગોફણ-ગાત્રા' (ર.૧૪પ) ૧૧૨ / સહજસુંદરકત ગુણારત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org