________________
ગુણરત્નાકરછંદની સમીક્ષા / ૧૧૧ છે જે આપણે વિભાગ-૩માં જોઈશું. • કવિની અલંકારસજ્જતા
આ કૃતિમાં જે કાવ્યાત્મક વર્ણનો પ્રાપ્ત થાય છે એમાં કવિની અલંકારસજ્જતા પણ સારી એવી કામે આવી છે. બહિરંગની માવજતમાં શબ્દાલંકાર આદિની જે પ્રયુક્તિઓ છે એ તો આપણે વિભાગ-૩માં જોઈશું પણ અહીં, કવિએ પ્રયોજેલા ઉપમા, રૂપક, ઉàક્ષા, દષ્ટાંત, અતિશયોક્તિ, અથન્સિરન્યાસ, સ્વભાવોક્તિ જેવા અર્થાલંકારોનાં કેટલાંક ઉદાહરણો ટાંકીશું. ઉપમા : * “શશિકરનિકસમુવલ મરાલ...' (૧.૧)
(ચંદ્રના કિરણરાશિ સમ સમુન્લલ હંસ) * ‘તું સુકમાલ જિસી જલપોયણી' (૧૬) * ‘ઉuઈ મોતીનઉ હાર જિસ્મઉ ઝબક્કઈ તાર' (૧.૧O).
જેમ તારા ઝબકે છે એમ મોતીનો હાર આપે – શોભે છે.) » ‘નિર્દય કાગ મિલી અતિ કાલા, પંખીના જિમ સોધઈ માલા, નગરતલાર લહઈ તિમ આલા...” (૧.૫૮) જેમ ઘણા નિર્દય કાળા કાગડા મળીને પંખીના માળા શોધે છે તેમ નગરના કોટવાળ મકાનો તપાસે છે.) સ્વાતિ નક્ષત્ર સીપ જિમ ગરભ ધરઈ તિમ હેલિ.' (૧.૬૨) પૂરવ દિશિ જિમ ઊગીઉં, શ્રી સૂરિજ સુવિશાલ, તિમ માતા ઉરિ ઊપનઉ લીલાવંત ભૂપાલ.” (૧.૬૪) : ‘તવ વાણી મધુર જિરાઉ મેવઉ ખરસાણી” (૨.૩)
(જેવો મધુર ખુરસાણી મેવો એવી તારી વાણી છે.) * કુંલી કમલ જસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી” (૨.૧૮) * “મુખ ચંદ સરીસઉ, જિસ્યઉ અરીસઉ...” (૨.૨૩)
(મુખ ચંદ્ર સરખું, અરીસા જેવું છે.) : “સાંહામું લાગી રૃરિવા જલ વિણ સ્થિઉ તલાવ” (૨.૫૪)
(જળ વિના જેવું તળાવ તેમ તે ઊલટાનું ઝૂરવા લાગી.) * મધમત્તા મયગલ જિસ્યા થણહર સૂર સુભટ્ટ' (૨.૬).
ભદમત્ત હાથી જેવા, શૂરવીર સુભટ સમા સ્તન છે) કઃ ‘ગણિકાભાવ સ્યા માંહિ જિસ્મઉ જલ ઊપરિ લેખું' (ર.૭૩)
(ગણિકાભાવ શી વિસાતમાં ? એ તો જેમ જળ ઉપરનું લખાણ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org