________________
બારબાર વર્ષનું સાહચર્ય છોડતાં એની શી હાલત છે !
આઘા પાઉ ન પાઠવઈ, ફિરિફિરિ પાછઉં જોઈ.” (૩.૧૮) (આગળ ડગ માંડતો નથી. ફરીફરી પાછું જુએ છે.) પછીનું સ્થૂલિભદ્રનું ચિત્ર જુઓ :
જે હીંચઉં મોકલવટઈ, માથઈ ન પડવઉ ભાર, તે ધોરી ધરિ જોતરાં, ધૂણઈ સીસ અપાર.” (૩.૧૯)
મોકળો – છૂટો ફરેલો બળદ નવીનવો ધંસરીએ જોડવામાં આવતાં મસ્તક ધુણાવીને એનો અણગમો વ્યક્ત કરે એવી મન:સ્થિતિ અત્યારે સ્થૂલિભદ્રની છે.
કોશાને યૂલિભદ્રનો વિરહ અસહ્ય બનતાં એ શું કરે છે ?
આગલિ પાછલિ ઊતરી, પ્રીફ પાલવ ઝાલંતિ.” (૩.૨૩) (આગળ-પાછળ ઊતરીને પ્રિયનો (વસ્ત્રનો) છેડો પકડે છે) સ્થૂલિભદ્ર બે પરિસ્થિતિઓ વચ્ચે કેવી રહેંસામણ અનુભવે છે ! “ કોણ્યા મન પાડઈ બંધવ ત્રાડઈ રાયતણી ઘઈ આણ,
હઈડઈ દુખિ દાધલ, બિહું પરિ બાધઉ કહઉ કિમ કરવું વિનાણ.” (૩, ૨૭)
(એક બાજુથી કોશા મન ડગમગાવે છે ને બીજી બાજુ ભાઈ મોટેથી અવાજ કરી રાજાની આજ્ઞા જણાવે છે. હૈયામાં દુ:ખથી દાઝેલો હું બન્ને પ્રકારે મુશ્કેલીમાં મુકાયો. કહો, શો ઉપાય કરું ?
મંત્રીપદનો પ્રસ્તાવ થતાં પોતે વિચારીને કહેશે” એમ કહીને રાજસભામાંથી નીકળેલો સ્થૂલિભદ્ર ભારે વિચારવિમર્શ કરે છે. રાજા, રાજ્યતંત્ર, પુરુષની સ્ત્રીઆસક્તિ તરફ ધીમેધીમે ધિક્કારભાવ અનુભવવા માંડે છે એનું નિરૂપણ કવિએ કડી ૩.૪રથી ૫૦માં કર્યું છે.
સ્થૂલિભદ્રના સંયમ સ્વીકારના સમાચાર જાણતાં જ કોશાનો પ્રથમ પ્રત્યાઘાત તો આ જ : “વેશ્યા પડી ભૂમંડલિ રડતી.” (૩.૫૩)
ઈશ્વરને ફરિયાદ કરતાં કોશા કહે છે :
‘દાધા ઉપર ફોડલઉ તઈં કીધઉ કિરતાર.” (૩.૫૫) એ જ રીતે દેવને ઠપકો આપતાં એ કહે છે :
મનપંખી માલુ કરી, રહિતુ ઘણઉં સદૈવ, તે માલઉ તુઝ ભાંજતાં, દયા ન આવી દેવ.” (૩૫૬)
મનપંખીનો માળો નષ્ટ કરી નાખતા દેવની સામેની કોશાની આ હૃદયચીસ આદ્ર કરી મૂકે એવી છે.
કોશાની વિરહવેદનાને કવિએ યમક-પ્રયોગ સહિત કડી ૩.૬૧થી ૭૮માં વર્ણવી
૧૧૦ - સહજસુંદકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org