________________
“ગુણરત્નાકરછંદાની સમીક્ષા / ૧૧૫ ખાટી વસ્તુ જોઈ જેમ દાઢ ગળે તેમ મન મળ્યું હોય તેથી સહુ કોઈ બોલે. લોટમાં જેમ પાણી અને મીઠું ભળ્યું હોય તેમ ગુણને કારણે બેઠેલા કેમ અળગા
થાય ?) * ‘અગનિ બલઈ તુ જલિ બૂઝાવઉં, નીર જલઈ તુ કિમ સમજાવઉં,
અવર કુબોલ સુણી મન ખીજઈ, કંત કહઈ તઉ કિસ્યઉં કહી જઈ” (૨.૮૭) (અગ્નિ સળગતો હોય તો જળથી બુઝાવું, પણ પાણી બળતું હોય તો શી રીતે ઠારું ? બીજાના ખરાબ બોલ સાંભળી મન ખિન્ન થાય, પણ કંથ જ જો
કહે તો એમને શું કહેવાય છે અત્તરન્યાસ :
“જાતિ કુજાતિ તણઉ નવિ અંતર, ગુણ અવગુણની અછઈ પટંતર, કાદવ થિકી કમલ ગુણવાસહ, સાયરિ શંખ તણઉ નિવાસહ.” (૨.૧૦૧). (જાતિ-કુજાતિનો ભેદ નથી. ગુણ-અવગુણનો ભેદ જ છે. કાદવમાંથી ગુણયુક્ત
કમલ પ્રગટે છે અને સાગરમાં શંખનો નિવાસ છે.) અતિશયોક્તિ : ૯ હેવ ઊડાડઉં કેમ હાથિ પોપટ બઈઢઉ” (૨.૬૧) (હાથ ઉપર જે પોપટ બેઠો છે તેને હવે કેમ ઉડાડું )
સ્થૂલિભદ્ર જેવો જે પ્રિય મળ્યો છે તેની પ્રીત હવે શી રીતે છોડું ? – આવી લાચાર સ્થિતિ કોશા વડીલ વેશ્યાની આગળ રજૂ કરે છે. * પોપટ કાખ તણઉ રસ ઘૂંટ) પાસિ પડી સૂડી નવિ છૂટછે.” (૨.૧૪૯)
પોપટ દ્રાક્ષના રસના ઘૂંટ લે છે. પાશમાં પડેલી સૂડી પોપટી) છૂટી શકતી નથી.)
સ્થૂલિભદ્ર અને કોશાની કામક્રીડાના વર્ણન સંદર્ભે. સ્વભાવોક્તિચિત્ર :
સ્થૂલિભદ્રની બાળચેષ્ટાઓને નિરૂપતું, ક્રિયારૂપોની પ્રચુરતાવાળું એક ચિત્ર : * “ચાલઈ ચમકંતઉ, ઘમઘમકંતઉ, રમઝમકેતઉ, ઠમકંતી,
રૂડઉ દીસંતઉં, મુખિ બોલંતઉ, હીઈ હીંસંતલ, રખેતઉ, લીલા લટકંત, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતઉ, વિલબંઉ, પુછવીતલિ પડત, પુત્ર આખડતી, ન રહઈ રહતું, ઠણકંતઉ.” (૨.૨૦)
કોશા આવતા સ્થૂલિભદ્રને કેવી રીતે નીરખે છે તે જુઓ : - વેશ્યાનઈં ટોલઈ મિલી, ભરી કરી મુખ પત્ર,
ટોડે કોસ લલીલલી, પેખઈ પુરુષરતત્ર' (૨:૫૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org