________________
વેશ્યાની ટોલી સાથે, મુખમાં પાન ભરીને બારણે કોશા લળીલળીને પુરુષરત્નને નિહાળે છે.)
સ્થૂલિભદ્રને રીઝવતી કોશાની વિવિધ ચેષ્ટાઓનું ચિત્ર જુઓ : * “વદA પન્નભંગ રંગ જુત્તમુત્ત મોહએ,
કતૂહલા વિનોદહાસ કેલિગેલિ સોહએ, મનોહરા વચગભેદ આવિ આવિ કંતડા, હસંતિ મોહબાણ-રેહ દાખવંતિ દંતડો.” (૨.૭૧)
પત્રભંગ (સુશોભન, ચિતરામણ)ના સૌંદર્યથી યુક્ત કે મુક્ત એનું વદન મોહ પમાડે છે. વિસ્મયકારી વિનોદહાસ્ય, ક્રીડા-રમત શોભે છે. એના મનોહર વચનપ્રકાર છે, “હે કંથ, આવો, આવો.” દાંત દેખાડતી, મોહબાણની રેખા સમું તે હસે
બાર વર્ષ સુધી કોશાને ત્યાં ભોગવિલાસરત રહ્યા પછી રાજસભામાં જવા નીકળેલા સ્થૂલિભદ્રનું હૂબહૂ ચિત્ર જુઓ : - “આઘા પાઉ ન પાઠવઈ, ફિરિફિરિ પાછઉં જોઈ.” (૩.૧૮) (આગળ ડગ માંડતો નથી, ફરીફરીને પાછું જુએ છે.)
સ્થૂલિભદ્રને જતા રોકતી કોશાનું ચિત્ર જુઓ : * જિમજિમ પ્રીઊ પગલાં ભરઈ, તિમતિમ અધિક રહેંતિ,
આગલિ પાછલિ ઊતરી, પ્રીફ પાલવ ઝાલંતિ.” (૩.૨૩)
કૃતિના બહિરંગની માવજત એ આ કૃતિનો સવિશેષ આસ્વાદ્ય અંશ રહ્યો છે. જોકે કાવ્યના આ “અંતરંગ'-બહિરંગ” એવા ભેદ તો આપણી સગવડ માટે પાડીએ છીએ. મધ્યકાળના કવિ માટે તો આ પ્રકારની માવજત એ પણ સમગ્ર કાવ્યસૌંદર્યનો એક અવિભાજ્ય અંશ જ હતો.
કવિતાને આપણા મૂર્ધન્ય વિવેચકે “કાનની કળા' કહી છે. એને યાદ કરીને એમ અવશ્ય કહી શકાય કે આ કૃતિનો આસ્વાદક જો કાન સરવા ન રાખે તો કૃતિનું ઘણુંબધું સૌંદર્ય ચૂકી જાય. આ કૃતિમાં જોવા મળતા અંત્યાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ - આંતપ્રાસ, વર્ણસગાઈ, ...ઝમક, વાજિંત્રનાદસંગીત, યમપ્રયોગની પ્રચુરતા, રવાનુકારી શબ્દાવલિ, વીસેક છંદોનું વૈવિધ્ય, ચારણી વપરાશવાળા આ છંદોની લયછટા, અને એને અનુરૂપ પ્રયોજયેલી પદાવલિ – આ કૃતિમાં ઊડીને આંખે વળગે, કહો કે કાનને સ્પર્શે એવાં અંગો છે. ૧૧૬ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org