________________
“ગુણરત્નાકરછંદ”ની સમીક્ષો / ૧૧૭
ચરણાન્તપ્રાસ / અંત્યાનુપ્રાસ :
આ આખી કૃતિને કવિએ એટલી બધી પ્રાસાનુપ્રાસમાં ઢાળી છે કે એ ક્યાં નથી એવી કડીઓ વીણીને શોધવી પડે. અહીં ચરણાન્તપ્રાસ - અંત્યાનુપ્રાસનાં કેટલાંક ઉદાહરણ જોઈએ :
ચંદાવદની તું મુગલોઅગ્નિ, તું સુકમાલ જિસી જલપોયણિ,
તું પયકલિ ભમર ગજગામિન, સાર કરુ સેવકની સામિનિ.' (૧.૬) * ઉપ્પઇ ઉપ્પઇ મોતીનઉ હાર, જિસ્મઉ ઝબક્કઈ તાર,
દ્ધિઉ સેતસિંગાર, વિવહ પરે,
હંસગામિનિ હતિ હેલિ, રમઇ મોહણવેલિ, કરઇ કમલગેલિ, સજ્જ સરે,
તપતપઇ કુંડલ કાન, સોહઇ સોવનવાનિ, બઇઠી સુકલ ધ્યાનિ, પ્રસનમણં, સેવઉ સેવઉસારદ્દમાય, સંપત્તિ સયલ થાઇ, દારિદ્દાતિક જાઇ, કીય તણું. (૧.૧૮)
અહીં ચાર-ચાર ચરણનાં કુલ ચાર એકમ છે. એમાં પ્રત્યેક એકમમાં ત્રણ ચરણના ચરણાન્તપ્રાસ મળે છે. ઉપરાંત પહેલા અને બીજા એકમમાં છેલ્લું ટૂંકું ચરણ છે એમનો ચરણાન્તપ્રાસ મળે છે. પરે સરે.” એ જ રીતે ત્રીજા અને ચોથા એકમમાં છેલ્લાં ટૂંકાં ચરણનો ચરણાન્ત પ્રાસ મળે છે “મણું તાં.’ કડી ૧.૪૯થી ૧.૫૯ સુધીની ૧૧ કડીઓમાં તો ‘આલા’ ઉચ્ચારણવાળો એકસરખો ચરણાન્તપ્રાસ સળંગ આવે છે.
ઘર ઘર સોહઇ વન્નરવાલા, દંડ ધજા સોવિન કલસાલા,
ભામિનિ ઓઢઇ નવરંગફાલા, નાનાવિધ પિર ચંપકમાલા. (૧.૪૯) ધૂપ-ઘટી પરિમલ સુવિશાલા, મધુકર ગુણ ગાઇ ઝીણાલા, કેવિ વસઇ માનવ સુગુણાલા, કે લટકાલા શિરિ છોગાલા. (૧.૫૦) ચતુર ચઉપટ નઈં વેધાલા, રૂપð મદન સમા રતનાલા, દાની અલવેસર સુકમાલા, પહુવě પરગટ તે ચઉસાલા. (૧.૫૧)
દેશ ધણી તે રણ રોસાલા, પૂરી ઝૂઝ તણી કર ઝાલા, રાજા નંદ જસ્યા રખવાલા, વયરી-પ્રાણ હરઇ તતકાલા.' (૧૮૫૯) ચોથા અધિકારની એક કડીમાં એકસરખો ચરણાન્તપ્રાસ જુઓ : * કોશ્યા વેશ્યા ૨મણિ, કેલિ જઈસી નમણ,
હંસલીલા ગણિ, ચતુર ચંપકવરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org