SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ઘુમઈ ઘૂઘર ઘણિ, જમલિ ઝંઝર ઝણણિ, નાચઈ એલઈ તરુણિ, ધસઈ ધડહડઈ ધરણિ, લલીલલી લાગઈ ચરણિ, ચવાઈ બોલ મીઠા વયણિ. ગુણ વેધ ભેદ દાખઈ ઘરણિ, પ્રાણનાથ તોરાં શરણિ. (૪૭) શબ્દાનુપ્રાસ / તદ્માસ : શબ્દાનુપ્રાસ – આંતરપ્રાસની પણ કવિએ જાણે રમઝટ માંડી હોય એમ જ લાગે. આવી કેટલીક પંક્તિઓ | કડીઓ તપાસીએ : * લાલઈ પાલઈ નઈ સંસાલઇ, સુત સાંહામઉં વલિ વલી નિહાલઈ” (૨.૧૬) * હસ્ત કમંડલ પુસ્તક વીણા સુહ ઝાણ નાણુ ગુણ લીણા' (૧.૩) અહીં આંતરપ્રાસની એક વિશિષ્ટ ભાત ઊપસે છે. “વીણા – લીણાનો ચરણાન્ત એ પ્રાસ. વચ્ચે ‘ઝાણ – નાણ'નો આંતપ્રાસ. * હાથ સાંકલાં સોવિન વીટલડી, હથિ વાંકડલી વલી કડલી, કુલી કમલ જસી પાંખડલી, અણીઆલી આંજી આંખડલી.” (૨.૧૮) * “ચાલઈ ચમકતઉ, ઘમઘમકતઉ, રમઝમકંતઉ. ઠમકતઉં, ઉ દીસંતઉ, મુખિ બોલંતઉં. હઇ હીંસંતઉં, રીંખતઉં, લીલા લટકંત, કર ઝટકતઉ, ક્ષણિ ચટકંતી, વિલનંતઉ, "હવીતલિ પડતઉં, પુત્ર આખડતી, ન રહઈ રડતઉં ઠણકતઉ” (૨.૨૦) અહીં વર્તમાન કૃદંતોની પ્રચુરતાવાળા આંતપ્રાસ લીલાવતી છંદની લયછટાને કેવા પૂરક બન્યા છે તે જોઈ શકાશે. * “ક્ષણિ લોટઈ ઓટઈ દુખ મોટઇ, પ્રીજ વિણ ધાન કિસ્યઉં નવિ બોટઈ” (૩.૬૪) નીચેની કડીમાંની દરેક પંક્તિમાં આંતપ્રાસ છે. સાથે પહેલી અને બીજીના પત્યન્ત પ્રાસ અને ત્રીજી અને ચોથીના પત્યન્ત પ્રાસ મળે છે. * “મુખ ચંદ સરીસઉ, જિસ્થઉ અરીસી પંચ વરસઉ હરખભરે, મૂક્યઉ સાલ, રૂપ નિહાલઈ સુત સંસાઈ, ફૂલ પરે, ધુરથી તે સુમતી, ન ગમઈ કુમતી, વિદ્યા ગમતી, સયલ ભણઈ, અક્ષરલિપિ સીખઈ સાથે સરખાં, પાત્ર પરખઈ બાલપણઈ.” નીચેની કડીમાં લગા લગા લગા – માં ગતિ કરતા વૃદ્ધનારા છંદની લયછટાને આંતરપ્રાસની કેવી સંગત મળી છે તે જુઓ : * સુવત્રદેહ રૂપરેહ કામગહ ગજજએ, ઉરહર હીરચીર કંચુકી વિરજૂએ, કટક્કિ લંકિ ઝીણ વીણ ખગ્નિ ખગ્નિ દ્રમ્મએ, ૧૧૮ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy