________________
પ્રકાશકીય નિવેદન
કવિ સહજસુંદરકૃત ‘ગુણરત્નાકરછંદ’ કૃતિનું પ્રકાશન એ આ સંસ્થા માટે વિશેષ આનંદની વાત એટલા માટે છે કે સં.૧૫૭૨ (ઈ.સ.૧૫૧૬)માં રચાયેલી, કાવ્યગુણે સભર એવી સ્થૂલિભદ્ર-કોશા વિષયક મધ્યકાલીન ગુજરાતીની આ કથનાત્મક દીર્ઘ કાવ્યકૃતિ જે કેવળ હસ્તપ્રતોનાં પોટલાંમાં સચવાયેલી રહી હતી તે હવે મુદ્રિત થતાં પ્રકાશમાં આવે
છે.
પ્રા. કાન્તિભાઈ બી. શાહ ઘણાં વર્ષોથી આ કૃતિ ઉપર પોતાનો શોધનબંધ શ્રી જયંતભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી રહ્યા હતા. આ શોધનબંધ લખાતો હતો ત્યારે જ પૂ. આચાર્યશ્રી વિજ્યપ્રધુમ્નસૂરીશ્વરજી મહારાજ એમાં ઊંડો રસ લઈને કૃતિના સંશોધન-સંપાદન પરત્વે પ્રેરણા અને પ્રોત્સાહન અર્પતા રહ્યા હતા. ૧૯૯૬માં પ્રા. કાન્તિભાઈએ એમનો શોધનબંધ ‘સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ : એની સમીક્ષિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ' ગુજરાત યુનિવર્સિટીમાં રજૂ કરીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. એ પછી તરત જ પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની, પ્રસ્તુત શોધનિબંધને આ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવાની અનુમતિ પ્રાપ્ત થઈ અને એના લસ્વરૂપ આવી સુંદર કૃતિ સૌપ્રથમ પ્રકાશિત કરવાનું શ્રેય આ સંસ્થાને સાંપડયું છે તે માટે પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજના અમે ઋણી છીએ.
ચાર અધિકારમાં વિભક્ત એવી આ કૃતિની મુખ્ય વાચનાની સાથે પ્રત્યેક કડી વાર ગદ્યાનુવાદ, વિવરણ, પાઠાંતર અને પાઠચર્ચા પણ આપવામાં આવ્યાં છે અને ગ્રંથના પરિશીલન” વિભાગમાં કર્તા, એમનું સાહિત્યસર્જન, સ્થૂલિભદ્ર-કોશાના કથાનકનો આધારસ્રોત, સંકલિત કથાનક, આ વિષયવસ્તુને નિરૂપતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, ‘છંદ’ નામક સાહિત્યસ્વરૂપ અને ગુજરાતી સાહિત્યમાં એનો વિકાસ, તેમ જ આ કૃતિની સવિસ્તર સમીક્ષા વગેરેને લગતાં અભ્યાસ-પ્રકરણો સામેલ કરવામાં આવ્યાં છે.
આ ગ્રંથનું પ્રકાશન કરવામાં જેમની-જેમની પણ નાનીમોટી સહાય મળી છે તે સૌ પ્રત્યે અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
આશા રાખીએ કે “ગુણરત્નાકરછંદ' કૃતિનું પ્રકાશન મધ્યકાલીન ગુજરાતીના પદ્યસાહિત્યમાં એક નોંધપાત્ર ઉમેરો બની રહેશે.
શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા
૬-૫-૧૯૯૮
અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org