SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન થોડાંક વર્ષો પહેલાં મારા મિત્ર ડૉ. નગીનદાસ જી. શાહ જ્યારે લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં અધ્યક્ષપદે હતા ત્યારે એક દિવસ મને બોલાવીને એમણે કવિ સહસુંદરકૃત “ગુણરત્નાકરછંદની એક સુંદર હસ્તપ્રત મારા હાથમાં મૂકીને કહેલું, “આ એક સરસ કૃતિ છે. હજી અપ્રગટ છે. રસ હોય તો એના પર કામ કરવા જેવું છે.” જૂની હસ્તપ્રતના લિપિવાચનથી માંડી એના સંપાદનની શાસ્ત્રીય પદ્ધતિ વિશે ત્યારે હું સાવ જ અજ્ઞાન. પણ એ સંસ્થામાં કામ કરી રહેલા વડીલ સ્નેહીજન શ્રી અંબાલાલ પંડિતે ગુણરત્નાકરછંદની હસ્તપ્રતના લિપિવાચનમાં મને સહાય કરતાં પાઠ-નકલનું પ્રાથમિક સ્વરૂપનું જે કેટલુંક કામ કરી શકાયું તેના પરથી એટલું તો પ્રતીત થયું જ કે આ કૃતિ મધ્યકાલીન ગુજરાતીની કાવ્યગુણે સભર એક સુંદર પદ્યરચના છે, અને એની ઉપર સંશોધન કરી શકાય એ માટે એ પૂરતી સક્ષમ છે. સં.૧૫૭૨ (ઈ.સ.૧૫૧૬)માં રચાયેલી, જૈન સમાજમાં અત્યંત સુપ્રસિદ્ધ અને લોકપ્રિય એવા સ્થૂલભદ્રકોશાના વિષયવસ્તુવાળી, વૈવિધ્યપૂર્ણ છંદોમાં ચારણી પરંપરાની લયછટામાં છંદોગાન કરતી, છંદ સ્વરૂપની આ દીર્ઘ કથનાત્મક કૃતિ ઉપરનું સંશોધનકાર્ય મેં પ્રા. જયંતભાઈ કોઠારીના માર્ગદર્શન નીચે વ્યવસ્થિત રીતે હાથ ધર્યું. આની પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે આજથી લગભગ પાંચ સૈકા પૂર્વે રચાયેલી આવી સુંદર છતાં હજી સુધી અપ્રગટ રહી ગયેલી કૃતિ પ્રકાશમાં આવે. કૉલેજના અધ્યાપનકાર્ય ઉપરાંત સંસ્થાની ઈતર પ્રવૃત્તિઓમાંની સક્રિય સામેલગીરીને કારણે મારા આ શોધનિબંધનું કામ વચ્ચેવચ્ચે અતિ મંદ ગતિએ થતું રહ્યું અને તેથી બન્યું એવું કે મારો શોધનિબંધ મારી નિવૃત્તિ પછી અઢી વર્ષે હું ગુજરાત યુનિવર્સિટીમાં મે, ૧૯૯૬માં રજૂ કરી શક્યો અને એ જ વર્ષે પીએચ.ડી.ની પદવી મેળવી. ‘ગુણરત્નાકરછંદની ૧૮ હસ્તપ્રતો તો એકલી લા.દ.ભા.સં. વિદ્યામંદિરમાં હતી. અન્ય ૩ પ્રતો શ્રી હેમચંદ્રાચાર્ય જેને જ્ઞાનમંદિર, પાટણ ખાતેથી મેળવી. એમ કુલ ૨૧ પ્રતોમાંથી, આ કતિની વાચના તૈયાર કરવામાં મેં ૧૦ હસ્તપ્રતોને ઉપયોગમાં લીધી છે, જેમાંથી એકને મુખ્ય પાઠ માટે સ્વીકારી બાકીની ૯ હસ્તપ્રતોનાં પાઠાંતરો નોંધ્યાં છે. અહીં પ્રત્યેક કડીના પાઠની સાથે ગદ્યાનુવાદ, વિવરણ, પાઠાંતર અને પાઠચર્ચા આપવામાં આવ્યાં છે. ગદ્યાનુવાદ માટે પ્રત્યેક શબ્દનો સંદર્ભ – અર્થ જાણવો એ પાયાની બાબત બની જતાં, એના ફલસ્વરૂપ લગભગ ૧૮૦૦ શબ્દોનો શબ્દકોશ પણ તૈયાર કરી શકાયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy