________________
છંદ' નામક કાવ્યપ્રકાર અને મધ્યકાલીન ગુજરાતીમાં છંદરચનાઓ
છંદ' નામક કાવ્યપ્રકાર
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યબંધ અને પદબંધનું વૈવિધ્ય અસાધારણ છે. કાવ્યબંધ કે પદબંધને કારણે અપાયેલાં પ્રકારનામોની યાદી કરીએ તો આશરે પંચોતેર જેટલી થવા જાય.
એક જ પ્રકારની કૃતિને જુદાંજુદાં નામોથી ઓળખાવેલી હોય છે, તો બીજી બાજુ, જુદાજુદા પ્રકારોવાળી કૃતિઓ એક જ પ્રકારનામે ઓળખાવાયેલી જોવા મળે છે. ઉદાહરણ તરીકે માધવાનલ-કામકંદલાની વાર્તા માધવાનલ કામકંદલા કથા / રિત / ચોપાઈ / પ્રબંધ / રાસ' · આટલાં પ્રકારનામોએ ઓળખવામાં આવી છે, તો બીજી બાજુથી પરદેશી રાજાનો રાસ' જેવી લાંબી કથનાત્મક રચનાને પણ ‘રાસ' સંજ્ઞા મળી છે અને ઇરિયાવહી વિચાર રાસ' જેવી બોધાત્મક કૃતિને પણ ‘રાસ’ સંજ્ઞાથી ઓળખવામાં આવી છે.
મધ્યકાળમાં પ્રકારનામો સાહિત્યકૃતિનાં વિષયવસ્તુ, પ્રયોજન, રચનારીતિ, છંદોબંધ અને કડી-ઢાળ-પદ આદિની સંખ્યા વગેરે કારણોથી અસ્તિત્વમાં આવ્યાં જણાય છે. જેમકે, વિવાહલુ/લો' કૃતિના વિષયવસ્તુનું સૂચન કરે છે. (‘નેમિનાથવિવાહલો’). ‘સઝાય’ કૃતિના પ્રયોજનનું સૂચન કરે છે. (‘શાલિભદ્ર-સઝાય’). ‘કક્કો’, ‘સંવાદ’ કૃતિની રચનારીતિનું સૂચન કરે છે. (‘સ્થૂલિભદ્ર કક્કાવળી', ‘સમુદ્ર-વહાણ સંવાદ’). ‘ચોપાઈ’, ‘સવૈયા’ વગેરે કૃતિના છંદોબંધનું સૂચન કરે છે. (માધવાનલકામકંદલા ચોપાઈ’, ‘સવૈયા બાવની'). જ્યારે બત્રીસી', છત્રીસી', ‘પચીસી’, ‘બાવની’, “બહોતેરી’, ‘વીસી’, ‘ચોવીસી’ જેવાં પ્રકારનામો કડી-ઢાળ-પદની સંખ્યાનું સૂચન કરે છે. (“હિતશિક્ષા છત્રીસી', “પ્રેમપચીશી’, ‘સૂડા બહોતેરી’, ‘વિહરમાન જિન-વીશી').
ઉપર જે કેટલાક પ્રકારોનો ઉલ્લેખ થયો એ પ્રકારોની સાથે મધ્યકાળમાં છંદ’ નામક કાવ્યપ્રકારની પણ ઠીકઠીક કૃતિઓ મળે છે. પણ ‘છંદ’ એ ‘રાસા’, ‘આખ્યાન’, ‘પદ્યવાર્તા’ ‘ફાગુ’ કે પદ’ જેવું સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ નથી. છંદ’ એ કૃતિના ૭૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org