SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપરંપરામાં યૂલિભદ્રકો... / ૬૯ છે. કવિ હલરાજ પાસેથી પણ આ જ વિષય પરની બીજી ફાગુરચના પ્રાપ્ત થાય, છે. ૧૫મી સદીમાં સોમસુંદરસૂરિશિષ્ય “સ્થૂલિભદ્ર કવિત / ચરિત' જેવી કાવ્યસ્પર્શ ધરાવતી રચના કરી છે. ૧૯મી સદીમાં સ્થૂલિભદ્રકોશાનું વિષયવસ્તુ લઈને કાવ્યગુણમાં ઘણી જ ચડિયાતી એવી જે રચના મળે છે તે કવિ સહજસુંદરનો ‘ગુણરત્નાકરછંદ', વૈવિધ્યપૂર્ણ છંદોગાનવાળી, કથન કરતાંયે વર્ણન અને ભાવનિરૂપણમાં વિશેષ રસ દાખવતી ૪૧૯ કડીની દીર્ઘ કૃતિ છે. આ સદીના લાવણ્યસમયે રચેલી “સ્થૂલિભદ્ર એકવીસો’ અને ૧૭મી સદીમાં જયવંતસૂરિની ‘સ્થૂલિભદ્ર પ્રેમવિલાસ ફાગ’ જેવી કાવ્યગુણ ચડિયાતી કૃતિઓ મળે છે. આ સદીમાં ઋષભદાસ (શ્રાવકે) “સ્થૂલિભદ્રરાસ' જેવી દીર્ઘ રચના આપી છે. ૧૭મી-૧૮મી સદીમાં સંખ્યાબંધ નાનીમોટી કૃતિઓ આ વિષય પર રચાતી રહી છે. છેક ૧૯મી સદીના આરંભકાળે પં. વીરવિજયજી પાસેથી શ્રી યૂલિભદ્રજીની શિયળવેલી જૈનોમાં ખૂબ જાણીતી બની છે. આમ ૧૪મીથી ૧૯મી સદીના લાંબા સમયપટ પર સ્થૂલિભદ્ર-કોશા વિષયક જે કૃતિઓ સર્જાતી રહી તે વિવિધ સાહિત્યસ્વરૂપે પ્રાપ્ત થાય છે. રાસા, ચોપાઈ, છંદ, ફાગુ, બારમાસા, વેલી, સ્તવન, સઝાય, નાટક, લાવણી, એકવીસો અઠાવીસો, એકત્રીસો, બાસઠીઓ, ગીત, કક્કાવાળી, છાહલી, લેખ/પત્ર, ચંદ્રાયણિ, દુહા, સંવાદ, તેમજ ગદ્યસ્વરૂપમાં બાલાવબોધ જેવા પ્રકારે આ વિષય નિરૂપાયો છે. આ બધામાં લઘુ સ્વરૂપ તરીકે સઝાયરચનાઓ વિશેષ પ્રમાણમાં સર્જાયેલી મળે છે. - સ્થૂલિભદ્ર-કોશાના વિષયવસ્તુવાળી આ નાની-મોટી રચનાઓમાં ક્યાંક કથાનકને, ક્યાંક વર્ણનોને, ક્યાંક કોશાના હૃદયભાવ-નિરૂપણને – એના વિરહોગારને - લક્ષમાં રખાયું છે. ગુણરત્નાકરછંદ જેવી રચનામાં તો છંદોગાનનો પણ કવિનો તીવ્ર રસ ભળે છે. આ કૃતિઓમાંથી હજી સંખ્યાબંધ કૃતિઓ કેવળ હસ્તપ્રત રૂપે જ સચવાયેલી અને અપ્રગટ જ છે. ગુજરાતના જુદાજુદા ભંડારોમાં અને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સંસ્થામાં જેની ઘણી બધી હસ્તપ્રતો ઉપલબ્ધ હોવા છતાં ગુણરત્નાકરછંદ' જેવી મહત્ત્વની દીર્ઘ કૃતિ પણ હજી અપ્રગટ જ રહી છે એ એનું એક ઉદાહરણ છે. કવિ ઋષભદાસ (શ્રાવક) રચિત “યૂલિભદ્રરાસ' પણ હજી અપ્રગટ જ છે. પણ, પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી જોતાં એક વાત સ્પષ્ટ છે કે સ્થૂલિભદ્રચરિત્રનો અને સ્થૂલિભદ્રકોશા કથાનકનો ઘણો મોટો પ્રભાવ જૈન કવિઓ પર પડેલો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy