________________
ગદ્યાનુવાદ : જે પુણ્યના ભંડારના સ્વામી છે, જે સદેવ દયાનું પાલન કરે છે, એવા ગરવા (પુરુષ)ના ગુણ વર્ણવું છું. જેથી જીવ દુ:ખી ન રહે. વિવરણ: પહેલી પંક્તિમાં “પોતઈ પુણ્ય તણઉ ધણીનો સીધેસીધો અર્થ જે પોતે પુણ્યના ધણી છે એમ બેસી જાય, પણ કવિએ અનેક જગાએ પોતઈ' શબ્દ ભંડારમાં - સિલકમાં' અર્થમાં વાપર્યો છે અને અહીં પણ એ અર્થ જ લેવો ઠીક લાગે છે. અહીં પોત=ભંડારની બાબતમાં. કવિ સ્થૂલિભદ્રને “પુણ્યના ભંડારના સ્વામી કહે
છે.
પાઠાંતર : ૨વિનવું (“વત્રવઉંને બદલે) વિવું ૫ વીનવું છે વીનવવું.
નવનવ ગાહ કવિતરસ, દૂહા છંદ રસાલ,
રંગ-વિનોદ ગુણી તણા, હવઈ બોલઉં ચઉસાલ. ૩૭. ગદ્યાનુવાદ : ગુણીજન (કદરદાન લોકોના આનંદવિનોદ અર્થે હવે નવનવી ગાથા, કવિતરસ, રસાળ દુહા-છંદ વિસ્તારીને કહું છું. પાઠાંતર: ૧, ૨, ૪, ૮ કવિત ગાહા રસ ઇ, , 1 કવિત્ત ગાહ રસ. ૨ ૨૩. ૨, ૪, ૮ ગુણ ગીતના ગ ગુણ તણું ૩, ૪ ગુણ તણા.
છેદ છેદ સહુ કો ભણઈ, છેદ વિના સ્વઉ છંદ,
છદઉં કરિ જાણઈ જિ કે, તેહ ઘરિ પરિમાણંદ. ૩૮ ગદ્યાનુવાદ : “છંદ છંદ' એમ સહુ કોઈ કહે છે પણ લગની વિનાનો છંદ કેવો? જે છંદ – લગની કરી જાણે છે તેને ઘરે પરમાનંદ છે. પાઠતર : ૧. ૩ કહઈ (“ભણઈ’ને બદલે). ૨ ૨ છંદા.
સારદ નામ તણઉ સદા, દીવઉ કરઈ પ્રકાશ,
છંદ બંધ રૂડા હવઈ, સાંભલયો સવિલાસ. ૩૯ ગદ્યાનુવાદ : શારદાના નામનો દીવો સદાયે પ્રકાશ કરે છે. હવે રૂડા છંદોબંધ (છંદરચનાઓ) આનંદભેર સાંભળજો. પાઠાંતર : ૧. ૨૨ દીઠઉ. ૨. # ડાહા (રૂડા’ને બદલે) ૨૩, , ઇ સુવિશલ સુવિકાશ (“સવિલાસ'ને બદલે).
અથ મડયલ ઈદ અંગિ થિકિ આલસ સવિ છેડઉં, આઠઈ કરમ તણી દલ ખંડઉં,
પ્રગટ કરી ગુણરત્નકડ, મુનિવરના ગુણ ગાવા મંડ. ૪૦ ગદ્યાનુવાદ : અંગેથી બધી આળસ ત્યજું છું. આઠેય કર્મના સમૂહનો ચૂરો કરું છું. ગુણરત્નોના કરંડિયાને પ્રગટ કરી મુનિવરના ગુણ ગાવા માંગું . વિવરણ : જૈન દર્શન અનુસાર આઠ કર્મો આ પ્રમાણ છે : ૧. જ્ઞાનાવરણીય ૨. ૧૯૪ / સહજસુંદરસ્કૃત ગુણરત્નાકરદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org