________________
પહેલો અધિકાર / ૧૯૩ તારી; રવ, ગ, ઘ, ૪, ૫, ૩, ૪, ૮, ૩ પામી.
ગછનાયક ગુણવંત નર, ભદ્રબાહુનઈ પાટિ,
વાદી વલિ છતા ઘાણા, વિદ્યાના બલ મા2િ. ૩૪ ગદ્યાનુવાદ : તે ગુણવંત પુરુષ ભદ્રબાહુની પાટે ગચ્છનાયક થયા. વળી વિદ્યાના બળને લીધે તેમણે ઘણા વાદીને જીત્યા. વિવરણઃ કૃતિમાં અન્યત્ર સ્થૂલિભદ્ર સંભૂતિવિજયના શિષ્ય દર્શાવાયા છે. સંભૂતિવિજય અને ભદ્રબાહુ બન્ને સ્થૂલિભદ્રના ગુરુભ્રાતા છે. ચૌદ પૂર્વનું જ્ઞાન યૂલિભદ્ર ભદ્રબાહુ પાસેથી પ્રાપ્ત કર્યું. પાઠાંતર : ૪ કડી નથી. ૨. ૪ પણિ (વિલિ'ને બદલે; જીપીય ઇ જીપિયા જ આપે.
દશ પૂરવધર જેહના, ભલા મહાગિરિ સીસ,
અજજ સહી વલિ નમઉં, ધ્યાન ધરે નસિદીસ. ૩૫ ગદ્યાનુવાદ : જૈન અંગ-શાસ્ત્રના દશ વિભાગોનું જ્ઞાન ધરાવનારા, મહાગિરિ અને સુહસ્તી જેમના શિષ્યો છે તે સ્થૂલિભદ્ર)ને વળી આજે નમું છું અને નિશદિન એમનું ધ્યાન ધરું છું. વિવરણ : મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને એમના ગણધરોએ સાંભળીને જે બાર શાસ્ત્રોની રચના કરી એને બાર અંગો - દ્વાદશાંગી કહે છે. કહેવાય છે કે ગણધરોએ રચેલાં બાર અંગો પૈકી બારમું અંગ દૃષ્ટિવાદ' વિચ્છેદ પામ્યું. આ બારમા અંગના જે પાંચ ભાગ હતા એમાંનો એક ભાગ “પૂર્વગત હતો. પૂર્વના ૧૪ પ્રકારો હતા : ૧. ઉત્પાદ પૂર્વ ૨. આઝાયનીય પૂર્વ ૩. વીર્યપ્રવાદ પૂર્વ ૪. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વ ૬. સત્યપ્રવાદ પૂર્વ ૭. આત્મપ્રવાદ પૂર્વ ૮. કર્મપ્રવાદ – સમયપ્રવાદ પૂર્વ ૯. પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ ૧૦. વિદ્યાપ્રવાદ પૂર્વ ૧૧. કલ્યાણપ્રવાદ પૂર્વ ૧૨. પ્રાણવાદ પૂર્વ ૧૩. ક્રિયા વિશાલ પૂર્વ ૧૪. લોક - બિંદુસાર પૂર્વ
આ ચૌદ પૂર્વોનું જ્ઞાન ધરાવનાર છેલ્લા મહર્ષિ તે શ્રી સ્થૂલિભદ્રજી. એમણે ભદ્રબાહુસ્વામી પાસેથી દશ પૂર્વોનું જ્ઞાન અર્થસહિત અને ચાર પૂર્વોનું જ્ઞાન કેવળ સૂત્રથી મેળવ્યું.
સ્થૂલિભદ્રના દશ પૂર્વોનું જ્ઞાન ધરાવનાર મહાગિરિ અને સુહસ્તી એ બે શિષ્યોનો અહીં ઉલ્લેખ છે. પાઠાંતર : ૨, અધ.
પોતઈ પુણ્ય તરઉ ધણી. પાલઈ દયા દીવ, , ગિરૂઆના ગુણ વત્રવઉં, દુખી ટલઇ જિમ જીવ. ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org