SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ આંબાની ફ્લ લૂંબિ, ગઉખિ બઇઠાં જિન્નિ આણી, થાલી શરશિવ માંહિં, શુચીઅ શિરિ ચડઇ વિનાણી, રીંઝવઇ ગિ નાચી. કરી, પ્રતિબોધી વિશાશ-છલિ, જિમ કર્યઉ કોશિ સહŌ ભગ઼ઇ, ઇસ્યઉં કોઇ ન કરંતિ કલિ. ૩૨ ગદ્યાનુવાદ : જેનો પ્રતિબોધ જોયો અને (કોશાને) ધર્મનો રંગ બેઠો. કોઈ થ ચલાવનાર નર આવ્યો. કોશાના મનમાં તે અરુચિકર થયો. ગોખે બેઠાંબેઠાં જ એણે (રથવાહે) આંબાના ફળ (કેરી)ની લંબને (બાણસંધાનવિદ્યાથી) લાવી દીધી. (એટલે) સરસવની થાળીમાં સોયની ટોચ ઉપર ચડી કલાકૌશલવાળી સ્ત્રી (કોશા) આનંદભેર નૃત્ય કરી, પોતાની એ આવડતથી એને પ્રતિબોધી રીઝવે છે. (કવિ) સહજ(સુંદર) કહે છે કે જેવું કોશાએ કર્યું એવું કલિકાલમાં કોઈ કરે નહીં. વિવરણ : સ્થૂલિભદ્રની કથા-અંતર્ગત રથકાર (અહીં રથવાહ સારથિ છે)નું કથાનક આવે છે. એક દિવસ નંદરાજાની આજ્ઞાથી કોઈ રથકાર કોશાને ત્યાં આવે છે. બારીમાં રહી બાણસંધાન દ્વારા એણે આમ્રફલની લુંબ આણી બતાવી. એટલે કોશાએ સરસવનો ઢગલો કરી, તેના પર સોય મૂકી તેના ઉપર નૃત્ય કર્યું. આ જોઈ રથકારે કહ્યું, ‘આ અતિ કઠિન કામ છે’ ત્યારે કોશાએ કહ્યું કે, આ રીતે આંબાની લંબ તોડવી તે પણ દુષ્કર નથી કે સરસવ પર નૃત્ય કરવું તે પણ દુષ્કર નથી. દુષ્કર તો એ છે જે સ્થૂલિભદ્રે કર્યું. પ્રતિબોધ' પામેલા રથકારે પાછળથી ચારિત્ર લીધું. ગ પ્રતનો પ્રતિબોધિઉ’ પાઠ કે રવ, દ્દ પ્રતના પ્રતિબોધઇ/પ્રતિબોધે પાઠ લઈએ તો પાંચમી પંક્તિનો અનુવાદ કરતાં વાક્ય જુદું થાય. (કોશ) આનંદભેર નૃત્ય કરી એને રીઝવે છે અને પોતાની એ આવડતથી પ્રતિબોધ પમાડે છે / પમાડ્યો. પાઠાંતર : ૧. રવ, જ્ઞ, ટ જોજ્યો 7 જ્યોજો ૪, ૩ જોજો ૫ જોય્યો; ટ તસ ઉપદેસ (‘જસુ પ્રતિબોધ'ને બદલે); ટ રાગ. ૨. ૮ ઘિર ('નર'ને બદલે); સ્વ, ૬, ૮ સારથવાહ; ∞ અભિઠઉ. ૪. ઘ ઘાલિ. ૫ ૪ રુઝવઇ ફ રીઝવઉ; ૪, ૪ રાચી કરી; રૂ પ્રતિબોધઇ વિનાણ ન પ્રતિબોધિઉ વિત્રાણિ ૪ પ્રતિબોધે વિનાણ. ૢ T, - તિમ (‘જિમ’ને બદલે); ગ કરું: ગ લિજ્ઞ, ૪ છલિ (‘કલિ'ને બદલે). દહા સુધઉ મુનિવર જઉં મિલ્યઉં, તઉ સીધઉ તસુ કાજ, બીજા પશિ તાર્યા ઘણા, પામ્યા અવિચલ રાજ. ૩૩ ગદ્યાનુવાદ : જો શુદ્ધ (નિર્મળ) મુનિવર મળ્યા તો તેનું કામ સિદ્ધ થયું. બીજા પણ એમણે ઘણાને તાર્યા અને અવિચલ રાજ પામ્યા. પાઠાંતર : - દુગ્ધઘટા છંદ. ૧. સીધું; ન, ૬ વિ (તસુ'ને બદલે). ૨. રવ ૧૯૨ / સહસુંદરસ્કૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy