SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ, પંચમહાવ્રત, ભાવના, અઢાર સહસ્ત્ર શીલાંગ, ઉપશમ, પાંચ સંવર, દશ પૂર્વધર, આઠ કર્મો, ચઉદ પૂરવ, ઈગ્યાર અંગ, ઉઘઉ (ઓઘો), પડઘો, અંગોપાંગ દ્વાદશાંગી અને ઉપાંગસૂત્રો), સંયમના સત્તર ભેદ, આદેશ, ચોમાસું રહેવું, વિગય, નવવિધ વાડ, આછણ, ધોઅણનીર, તહત્તિ, જયણા, ચરણ-કરણ, નવકાર, ગમણાગમણ પાપ, પડિકમવું, સમકિત, ચઉવિહ (ચતુર્વિધ) સંઘ, પરજુજી, ધર્મલાભ દેવો વગેરે. (ઘ) રૂઢિપ્રયોગો - ઘરઉંબર સંકટંબ જિમાડઈ, જલ ઊપરિ લેખું, બલિહારી કરે, ભરિ પીઉં કોસ ગંગા તણઉ, દાઢ ગલઈ, સૂતક સાપ જગાડીલ, વીસ વિમાસણ હોઇ, લોકબોક બાંધ્યા કિમ જાઈ, દાધા ઊપરિ ફોડલઉં, કોશ પડાવઉં, ચંદ લિહાવઉં નામ, લાભઈ છેહ, ચડ્યા ગયણે વગેરે. મધ્યકાળમાં સ્થૂલિભદ્ર-કોશ વિષયક જે નાનીમોટી કૃતિઓ રચાઈ છે (આ શોધનિબંધના પરિશીલન ૩માં આવી પ્રગટ-અપ્રગટ કૃતિઓની યાદી પ્રાપ્ત માહિતીને આધારે આપવામાં આવી છે) એ પરથી લાગે છે કે જૈન સમાજમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક ઘણું જ લોકપ્રિય બન્યું છે અને છેક પ્રાનરસિંહકાળથી માંડી સમયના જુદે જુદે તબક્કે અનેક કવિઓને હાથે આ વિષય આલેખાતો રહ્યો છે. પણ સર્જાયેલી આ બધી જ રચનાઓમાંથી ઘણી તો હજી અપ્રગટ જ રહી જવા પામી છે. જે પ્રગટ કૃતિઓ છે તેમાંથી મોટા ભાગની તો સઝાય, સ્તવન, ગીત જેવી લઘુકૃતિઓ જ વિશેષ છે. મહત્ત્વની ચારેક ફાગુ રચનાઓ પ્રગટ થયેલી છે. એમાં શ્રી જિનપદ્રસૂરિકૃત “શ્રી યૂલિભદ્ર ફાગ', કવિ હલરાજકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ', કવિ જયવંતસૂરિકૃત સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ’ અને કવિ માલદેવ મુનિકૃત યૂલિભદ્ર ફાગ અથવા ધમાલનો સમાવેશ થાય છે. એમાંયે જિનપદ્યસૂરિની અને જયવંતસૂરિની ફાગુરચનાઓ જ કાવ્યગુણની દષ્ટિએ ચડિયાતી ઠરે એવી છે. એની તુલનામાં માલદેવ મુનિની રચના કેવળ વૃત્તાન્તાત્મક બની જતી કથનકલાના અભાવવાળી રચના છે. હલરાજની રચનામાં પણ પ્રથમ બે ફાગુકવિઓના જેવો કાવ્યસ્પર્શ વરતાતો નથી. ફાગુરચનાઓની પેઠે, કેટલીક બારમાસા રચનાઓ પણ મળે છે. કવિ હીરાનંદસૂરિકૃત “સ્થૂલિભદ્ર બારમાસા', કવિચંદ્રવિજયકૃત “સ્થૂલિભદ્ર-કોશાના બારમાસ” અને કવિ વિનયચંદ્રકૃત “સ્થૂલિભદ્ર બારમાસા' પ્રકાશિત થઈ છે. તેમજ કવિ લાવણ્યસમયની “સ્થૂલિભદ્ર એકવીસો' જેવી લઘુકાવ્યકૃતિ પ્રગટ થઈ છે. પણ છેવટે તો આ ફાગુ, બારમાસા કે એકવીસો સ્વરૂપવાળી રચનાને ભાવાત્મક – વર્ણનાત્મક ૧૪૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy