________________
ત્રીજો અધિકાર
દૂહા
સંભલવા હરખ્યઉં સહુ, આઘઉં વિલ અધિકાર, મુઝ મન તે રંગ જ થયઉં, ગિરૂઉ સરસ અપાર. ૧
ગદ્યાનુવાદ : વળી આગળનો અધિકાર સાંભળવા સહુ ઉત્સુક થયું. મારા મનમાં પણ આનંદ જ થયો. (એ અધિકાર) ગૌરવવંતો ને અપાર રસભર્યો છે. પાઠાંતર : રવ, ગ, ૫, ૮ છંદનું નામ નથી. ૨. ગ, છ મુઝનð (મુઝ મિન’ને બદલે); 7 થઉં.
-
ચિતિ ચોખઇ રયણી સમય, હીઇ ધરી બહુ ધ્યાન, સુપનંતિર આવી રી, તે સરસતિ પરધાન. ર
ગદ્યાનુવાદ : સ્વચ્છ ચિત્તે, રાત્રિને સમયે, હૈયામાં બહુ જ ધ્યાન ધરતાં સ્વપ્નમાં તે શ્રેષ્ઠ પ્રસિદ્ધ સરસ્વતી આવી રહી.
પાઠાંતર : ૧. સ્વ ચિત્ત; છ હીયડઇ; સ્વ, ઘ, પ, ૬ ધિરઉં.
ઊઠવ લાગઉ પાઉલે, હૂંઉ તિ જયજયકાર,
વર વાણી માગઉં સદા, તે કરો ઉપકાર. ૩
ગદ્યાનુવાદ : ઊઠીને પગે લાગ્યો ત્યારે જયજયકાર થયો. હંમેશાં ઉત્તમ વાણી માગું છું, તો ઉપકાર કરજો.
પાઠાંતર : ૧. ૐ તે (તિ'ને બદલે). ૨. રવ કજ્યો.
સારદ સાર દયાર્ષી કરી, દિઇ મુઝ અવિરલ વાણિ, જિમ વનમાલી ફૂલની, માલા રઈ વિનાશિ. ૪
ગદ્યાનુવાદ : હે શ્રેષ્ઠ શારદા, દયા કરીને મને અવિરલ (પ્રચુર, સઘન) વાણી આપો. જેમ વનમાળી કલાકૌશલ્યથી ફૂલની માળા રચે (તેમ હું કાવ્ય રચી શકું). પાઠાંતર : ૧. ∞ થઇ ગ, ટ ઉત્ત ધો.
દૂર ગઈ ભાવઠિ સર્વે, નાઠાં અલીઅ વિઘત્ર, વાણીરસ હવઇ કેલવઉં, સુણો સહૂ સજન. ૫
ગદ્યાનુવાદ : સર્વ સંક્ટ દૂર થયાં, અનિષ્ટો ને વિઘ્નો નાશ પામ્યાં: હવે હું વાણી (કાવ્ય)નો રસ નિષ્પન્ન કરું છું તો સહુ સજ્જનો સાંભળજો.
પાઠાંતર : જ્ઞ, ૪ કડી નથી. ૧. રવ નાઠઉં. ૨. છ વાણી સરસ જ કેલવું; સ્વ સુણિજ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org