________________
અથ મડયેલ લીલાપતિ લીલારસપૂરહ, ઊગ્યઉ તે નવિ જાણઈ સૂરહ,
નવયૌવનભર લાહઉ લીજઇ, અહનિસિ પ્રેમ તણઉ રસ પીજઇ. ૬ ગદ્યાનુવાદ : કીડાનો કરનાર (સ્થૂલિભદ્ર) ક્રીડારસનું પૂર છે. સૂર્ય ઊગ્યો છે તે તે જાણતો નથી. નવયૌવનપૂર્ણ લહાવો લેવાય છે. અહર્નિશ પ્રેમનો રસ પિવાય છે. પાઠાંતર : ૨, ૫, ૬, , ૫, ૮ અડઅલ છંદ
ઈશિ પરિ સુખ ભોગવતાં સારહ, વઉલ્યાં વરસ તિહાં વલિ બારહ,
પાછલિ મરણ પિતાનું હૂઉં, તે જુઉ ચરિત્ર અછાં વલિ જૂઉં. ૭ ગદ્યાનુવાદ : આ પ્રમાણે ઉત્તમ સુખ ભોગવતાં ત્યાં વળી બાર વરસ વીત્યાં. પાછળ પિતાનું મરણ થયું. એ ચરિત્ર તો વળી જુદું જ છે, તે જુઓ. વિવરણ: અહીંથી કવિ સ્થૂલિભદ્રના પિતા શકટાલ મંત્રીની હત્યાનું કથાનક સંક્ષેપમાં રજૂ કરે છે. (કડી ૭થી ૧૩) પાઠાંતર ઃ ૧. ગ વિઉલિયાં. ૨. ગ તેહ જિ ચરિત્ર; ઈ તે જો પણિ ચરતાં કઈ જૂઉં, ૪ તેહ ચરિત, ૪ ૯ ૩ જોચ્યો ૪ હર્વિ (જુઉને બદલે); પ, ૬, , ૪ તે (“વલિ'ને બદલે).
દુહા પિતામરણ પાછલિ હવઉં, તે કઈ ઘણા વિસ્તાર,
અવસર જાણીનઈં કહું, થોડઉઘઉ વિચાર. ૮ ગદ્યાનુવાદ: પાછળ પિતાનું મરણ થયું તેનો (કથા)વિસ્તાર ઘણો છે. થોડોઘણો વિચાર, પ્રસંગ જાણીને, કહું છું – પ્રસંગોચિત રીતે થોડુંઘણું વિવરણ કરું છું. પાઠાંતર : ટ છંદનું નામ નથી. ૧. ઇ તે તે ઘણે વિસતાર; બહુ (ઘણ'ને બદલે). ૨. રવ, , ઘ, , ૨, ૩, ૪ થોડઈ.
એકલર્સથી અનુક્રમઈ, જસુ ઘર બેટી સાત,
ફીકઉ પંડિત પાડીલ, અવર કરી અવાત. ૯ ગદ્યાનુવાદ : જેને ઘેર અનુક્રમે એકલસંથી એક વખત સાંભળવાથી જેને યાદ રહી જાય તેવી) સાત પુત્રીઓ છે તેમણે પંડિતને ઝાંખો પાડ્યો અને તે બીજા કરતૂત પણ કરે છે. વિવરણ : શકટાલ મંત્રીને સાત પુત્રીઓ હતી. ૧. યક્ષા ૨. યક્ષદત્તા ૩. ભૂતા ૪. ભૂતદત્તા પ. રેણા ૬. વેણા અને ૭. એણા. એમની પાસે એકલસંથી વિદ્યા (આનુક્રમિક) હતી. એકલસંથી એટલે એક વખત સાંભળવાથી યાદ રહી જાય છે. પહેલીને એક ૨૭૦ | સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org