SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો અને સ્થૂલિભદ્ર-કોશાનું સંકલિત કથાનક જૈન ધર્મમાં અને પ્રાચીન-અર્વાચીન જૈન સાહિત્યમાં સ્થૂલિભદ્ર-કોશાનું કથાનક સુપ્રસિદ્ધ છે. તેના આધારસોત સમા જે ગ્રંથો મળે છે એમાંથી નીચેના ગ્રંથોનો, સ્થૂલિભદ્રકોશાનું સંકલિત કથાનક તૈયાર કરવામાં, ઉપયોગ કર્યો છે. ૧. ઉપદેશમાલા : આ ગ્રંથના કતાં શ્રી ધર્મદાસગણિ છે. મૂળમાં આ ગ્રંથ પ્રાકૃત ભાગધી) ભાષામાં ૫૪૦ ગાથાઓમાં રચાયો છે. ગ્રંથના કત ધર્માસગણિ મહાવીરસ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય હોવાનું મનાય છે. જો આ વાતને સ્વીકારીએ તો આ ગ્રંથ લગભગ ભગવાન મહાવીરના સમયનો રચાયેલો ગણવો જોઈએ. પરંતુ એમાં મહાવીર પછી થયેલા વજસ્વામી અને સિંહગિરિ આદિની ઐતિહાસિક વિગતો - Allusions મળતી હોઈ શ્રી મનસુખલાલ કીરતચંદ મહેતા આ ગ્રંથ વીર સંવત પર૦ વિ.સં.૫૦)ના અરસામાં રચાયો હોવાનું અનુમાન કરે છે. ધર્મદાસગણિનો સમય સાતમા સૈકાનો હોવાનું પણ એક અનુમાન છે. કહેવાય છે કે ધર્મધસગણિ પોતે અગાઉ રાજા હતા અને પોતાના પુત્ર- શિષ્ય રણસિંહકુમારને બોધ આપવા આ કૃતિ રચી હતી. આ ઉપદેશમાલા” ઉપર વિસં.ના દશમા સૈકામાં શ્રી સિદ્ધર્ષિસૂરિએ સંસ્કૃત ટીકા લખી છે. આ સંસ્કૃત વૃત્તિ ખૂબ જ ઉપયોગી બની. સિદ્ધર્ષિસૂરિની આ વૃત્તિ પરથી જ ગાથાથે લઈને રત્નપ્રભસૂરિએ સં.૧૨૩૮માં “ઉપદેશમાલા વૃત્તિ રચી. અહીં શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાલાની શ્રી રામવિજયજીગણિએ રચેલી ટીકાના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે. ભાષાંતર પ્રકાશક સંસ્થાએ એમના શાસ્ત્રી પાસે કરાવ્યું છે. પુસ્તક : “શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાળા' – ભાષાંતર, પ્રકા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, ઈ.સ. ૧૯૧૦] ૨. ઉત્તરાધ્યયનસૂત્ર' પરની સુખબોધાવૃત્તિઃ જૈનોમાં જે ૪૫ આગમો ગણાયાં છે તેમાંનાં ચાર મૂલ સૂત્રોમાંનું એક મૂલ સૂત્ર ઉત્તરાધ્યયનસૂત્રછે. એનાં ૩૬ અધ્યયનો છે. એમાં કથા, દષ્ટાંતો અને વિવેચન દ્વારા જેન ધર્મના સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યાં છે. આ સૂત્ર ઉપર વિપુલ સંખ્યામાં વિસ્તૃત ટીકાઓ રચાયેલી છે. ઉત્તરાધ્યયનસૂત્ર' પરની સુખબોધાવૃત્તિના કર્તા વડગચ્છના નેમિચંદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy