________________
(ઉદ્યોતનસૂરિશિષ્ય આપ્રદેવસૂરિના શિષ્ય) છે. વૃત્તિ સં.૧૧૨૯માં પાટણમાં રચાઈ છે. આ વૃત્તિની સં.૧૩૪રની લેખનપ્રત પ્રાપ્ત છે.
અહીં. સુખબોધાવૃત્તિમાં આવતી સ્થૂલિભદ્રની કથાનો સાર જે અંગ્રેજી પુસ્તકમાં આપવામાં આવ્યો છે તેને ઉપયોગમાં લીધું છે.
Clarks : A Treasury of Jain Tales' - Prof. V. M. Kulkarni, Published by Shardaben Chimanbhai Education Research Centre, Ahmedabad, 1994.)
૩. યોગશાસ્ત્ર (તૃતીય પ્રકાશ) : આ ગ્રંથના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય છે. હેમચંદ્રાચાર્યનો જીવનકાળ .સ.૧૦૮૮થી ૧૧૭૩ / સં.૧૧૪૫થી ૧૨૨૯ છે. હેમચંદ્રાચાર્યે આ ગ્રંથ બાર હજાર શ્લોકપ્રમાણ સ્વોપણ ટીકા સહિત રચ્યો. આ ગ્રંથનું બીજું નામ “અધ્યાત્મોપનિષદ' છે. યોગશાસ્ત્ર જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનો એક પાઠ્યગ્રંથ છે. અહીં ભોગશાસ્ત્રના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે.
પુસ્તક : યોગશાસ્ત્રનો ગૂર્જરાનુવાદ, અનુવાદક આચાર્યશ્રી હેમસાગરસૂરિ..
૪. “શીલોપદેશમાલા પરની શીલતરંગિણી વૃત્તિ’: “શીલોપદેશમાલા' ગ્રંથના કર્તા શ્રી જયકીર્તિસૂરિ છે. આ ગ્રંથ મૂળ માગધી ભાષામાં લખાયેલો છે. રુદ્રપલ્લીપગચ્છના શ્રી સંઘતિલકના શિષ્ય શ્રી સોમતિલકસૂરિઅપરનામ વિદ્યાતિલક)એ વિ.સં.૧૩૯૨માં “શીલોપદેશમાલા' પર સંસ્કૃતમાં “શીલતરંગિણી' નામે વૃત્તિની રચના કરી. અહીં એના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે. પ્રકાશક સંસ્થાએ ભાષાંતર એમના શાસ્ત્રી પાસે કરાવ્યું છે.
પુસ્તક : “શ્રી શીલોપદેશમાલા - ભાષાંતર', પ્રકા. શ્રી જૈન વિદ્યાશાલા, અમદાવાદ, ઈ.સ.૧૯૦૦).
૫. ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ કથાકોશ : આ ગ્રંથની રચના મુનિ સુંદરસૂરિના શિષ્ય શ્રી શુભશલમુનિએ સં. ૧૫૦૯માં સંસ્કૃતમાં કરી છે. એમાં ૬૭ મહાપુરુષો અને પ૩ સતી સ્ત્રીઓની કથાઓ મળીને કુલ ૧૨૦ કથાઓ છે. મૂળ પ્રાકૃત ૧૩ ગાથાઓને આધારે રચાયેલી, લેખકની આ સંસ્કૃત ગદ્યાત્મક વૃત્તિ છે.
અહીં આ ગ્રંથના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધુ છે.
પુસ્તક : “શ્રી ભરતેશ્વર બાહુબલિવૃત્તિ - ભાષાંતર' ભા.૧-૨, અનુવાદક શાહ મોતીચંદ ઓધવજી, પ્રકા. શાહ અમૃતલાલ ઓધવજી પૂર્વપ્રકાશક જૈન વિદ્યાશાળા, અમદાવાદની મંજૂરીથી), ઈ.સ.૧૯૩૮).
૯. ઉપદેશપ્રાસાદા : આ ગ્રંથના કત આચાર્યશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી. (શ્રી વિજયસૌભાગ્યસૂરિના શિષ્ય અને પટ્ટધર) છે. લેખકે વૃત્તિ સહિતનો આ ગ્રંથ ૨૨ / સહજસુંદકૃત ગુણારત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org