________________
સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૨૩ સં.૧૮૪૩માં સંસ્કૃતમાં રચ્યો છે. કત શ્રી વિજયલક્ષ્મીસૂરિએ આ ગ્રંથ વરસનાં ૩૬0 વ્યાખ્યાનોની ગોઠવણી કરીને રચ્યો છે.
આ ગ્રંથ કવિ સહજસુંદર પછીના કાળની રચના છે. અહીં આ ગ્રંથના ગુજરાતી ભાષાંતરને ઉપયોગમાં લીધું છે.
પુસ્તક : “ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ (ભાગ પમો) - ગૂર્જરાનુવાદ', લે. અને અનુ. ૫. શ્રી વિશાલવિજયજી ગણિવર્ય (વિરાટ), પ્રકા. વિરાટ પ્રકાશન મંદિર, મુંબઈ, ઈ.સ.૧૯૭૪.]
સ્થૂલિભદ્ર-કોશાનું સંકલિત કથાનક [આ કથનાકના આધારસોત ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ “ઉપદેશમાલા હોઈને એ ગ્રંથ-અંતર્ગત સ્થૂલિભદ્રના કથાનકને મુખ્ય આધારરૂપે લીધું છે. અન્ય ગ્રંથોમાંનાં કથાનકોમાં જ્યાં વ્યાવર્તકતા – જુદાપણું દેખાય છે એ કથાશોને તે-તે સ્થાને ચોરસ કૌંસમાં સંકલિત કરી લીધા છે. કૌંસ બહારનું લખાણ ઉપદેશમાલા” ઉપર આધારિત કથાનક સમજવું.
ગ્રંથોનાં સંક્ષિપ્ત નામો આપ્યાં છે તે આ પ્રમાણે સમજવાં :
ઉપ્રા.' - ઉપદેશપ્રાસાદ, “ઉમ' - ઉપદેશમાલા, ઉં.સુવ. - ઉત્તરાધ્યયનસૂત્ર પરની સુખબોધાવૃત્તિ, ભLબા - ભરતેશ્વર-બાહુબલિવૃત્તિ, કથાકોશ, થો.' – યોગશાસ્ત્ર, શી.' – શીલોપદેશમાલા પરની શીલતરંગિણીવૃત્તિ.]
• નંદરાજા અને શકયલ મંત્રી
પાટલિપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતો હતો. એને શકટાલ નામે નાગર બ્રાહ્મણ જ્ઞાતિનો મંત્રી હતો. [ભ.બા.વ. શકટાલને કલ્પકવંશનો હોવાનું કહે છે. શી.' શકટાલને મહાબુદ્ધિવંત પ્રધાન તરીકે વર્ણવે છે. તેને લાચ્છલદે નામની પત્ની હતી. [ભ.બા.વ અને શી. લક્ષ્મીવતી નામ આપે છે.] શકટાલ અને લાચ્છલદેને મોટો પુત્ર સ્થૂલિભદ્ર, બીજો પુત્ર શ્રીયક અને યક્ષા આદિ સાત પુત્રીઓ હતી. [શી.' અને ચો' શ્રીયકનો નંદરાજાના અંગરક્ષક તરીકે ઉલ્લેખ કરે છે.]
• સ્થૂલિભદ્ર અને કોશાનું મિલન અને સાહચર્ય
યુવાવસ્થામાં એક દિવસ મિત્રોથી વીંટળાયેલો સ્થૂલિભદ્ર વિનોદ કરતો વન જોવાને ગયો. પાછા ફરતાં એ કોશા નામની વેશ્યાની નજરે ચડ્યો. કોશા સ્થૂલિભદ્રના રૂપથી મુગ્ધ થઈ. કોશાએ તેની સાથે વાત કરવાને બહાને સ્થૂલિભદ્રને રોકી ચતુરાઈથી એનું ચિત્ત વશ કર્યું. શી.', ભ.બા.4 અને ઉ.વ.માં આ પ્રસંગ નથી. “ભ.બા.4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org