________________
અને ઉ.સવમાં શકટાલ મંત્રીના મૃત્યુને કારણે નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ સ્વીકારવા પ્રસ્તાવ મૂક્યો ત્યાંથી કથા શરૂ થાય છે. સ્થૂલિભદ્ર કોશાના રૂપગુણથી પ્રભાવિત થઈ એને ઘેર રહ્યો. ત્યાં જ રહી વિષયસુખ ભોગવતો નવાનવા વિનોદ કરવા લાગ્યો. પિતા પણ પુષ્કળ દ્રવ્ય મોકલી તેની ઈચ્છા પૂર્ણ કરવા લાગ્યા. બાર વર્ષ આ રીતે પસાર થયાં. અને સ્થૂલિભદ્ર સાડાબાર કરોડ સોનામહોરનો વ્યય કર્યો. થો.માં સ્થલિભદ્ર કોશાને ત્યાં ભોગ ભોગવતાં બાર વર્ષ રહ્યા એટલો ઉલ્લેખ શ્રીયકને મુખે અતિ સંક્ષેપમાં થયો છે. ત્યાં કોશા સાથેના પ્રથમ મિલન-પ્રસંગની વિગત નથી.]
• વરરુચિ બાહારનું કથાનક
એક દિવસ વરરુચિ નામના બ્રાહ્મણે કરેલા પ્રયોગથી શકટાલ મંત્રીનું મૃત્યુ થયું. તે વખતે રાજાએ શ્રીયકને પ્રધાનપદ માટે બોલાવ્યો. [શી.', થો.' માં વરરુચિનું કથાનક અને શકટાલની હત્યાની વાત વિગતે આવે છે. ભ.બા.વ”માં પણ વરરુચિનું કથાનક વીગતે કહેવાયું છે પણ ત્યાં એ સમગ્ર ઘટના શ્રીયકની કથાઅંતર્ગત કહેવાઈ છે. “શી', ચો.” અને ભ.બા.4માં લગભગ મળતું આવતું વરરુચિનું કથાનક આ પ્રમાણે છે :
- વરરુચિ એક બુદ્ધિવંત – વાચાળ કવિ હતો. તે હંમેશાં ૧૦૮ નવાં કાવ્યો રચી નંદરાજાની સ્તુતિ કરતો. પણ તે મિથ્યાત્વી હોવાથી મંત્રી શકટાલ તેની પ્રશંસા કરતો નહીં. તેથી રાજા પણ તેને કાંઈ આપતો નહીં. એક દિવસ વરરુચિએ શકટાલની પત્ની લક્ષ્મીવતી પાસે જઈ વિનંતી કરી કે શકટાલ પોતાનાં કાવ્યોની પ્રશંસા કરે. બીજે દિવસે નંદરાજાની સભામાં વરરુચિએ કાવ્યરચના રજૂ કરતાં શકટાલે “અહો વાણીની શી મધુરતા !” એમ કહી પ્રશંસા કરી. એટલે નંદરાજાએ વરરુચિને ૧૦૮ સોનામહોર આપી. અને એ પછી એને રોજ આવી સોનામહોર મળવા લાગી. નંદરાજાએ શકટાલને કહ્યું કે “તમે કરેલી પ્રશંસાને કારણે જ હું આ સોનામહોર આપતો હતો.” ત્યારે શકટાલે કહ્યું કે “અન્ય દ્વારા રચેલ કાવ્યોની વળી પ્રશંસા શી? મેં તો કાવ્ય-ગુણની પ્રશંસા કરી હતી; કવિની નહીં. વરરચિ જે કાવ્યો સંભળાવે છે તે તો મારી પુત્રીને પણ આવડે છે. હું કાલે સવારે તમને સંભળાવીશ.” - બીજે દિવસે રાજસભામાં મંત્રીએ સાતેય પુત્રીઓને પડદાની અંદર બેસાડી. સાતેયને અનુક્રમે એક, બે, ત્રણ... સાત વાર સાંભળેલાં કાવ્યો યાદ રહેતાં. એટલે સાતેય પુત્રીઓ – યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદત્તા, રેણા, વેણા, એણા – અનુક્રમે કાવ્યો બોલી ગઈ. આથી ક્રોધે ભરાયેલા નંદરાજાએ વરરુચિને કાંઈ જ આપ્યું નહીં.
હવે વરરુચિ બ્રાહ્મણે રાજાને ખુશ કરવાનો અને આપવડાઈનો નવો નુસખો ૨૪ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org