________________
સ્થૂલિભદ્રકોશા કથાનકના આધારસોત ગ્રંથો... / રપ શોધી કાઢયો. તે દરરોજ ગંગાના નીરમાં ૧૦૮ સોનામહોરોની પોટલી મૂકી આવતો અને બીજે દિવસે ગંગાની સ્તુતિ કરીને તે પોટલી ગ્રહણ કરતો. આ પ્રમાણે કપટ કરીને વરરુચિએ સહુને આશ્ચર્યમુગ્ધ કર્યા. શકટાલ મંત્રીએ વરરુચિના કપટની વાત પોતાના ગુપ્ત અનુચરો દ્વારા જાણી લીધી. પછી એક દિવસ વરરચિએ ગંગામાં મૂકેલું દ્રવ્ય મંત્રીએ અનુચરો દ્વારા મગાવી લીધું. બીજે દિવસે વરરુચિ ગંગાકાંઠે ગયો. કૌતક જોવા મંત્રી સાથે રાજા પણ આવ્યા. વરરચિએ ગંગાસ્તુતિનો ઢોંગ કર્યો પણ દ્રવ્ય મળ્યું નહીં. તે ભોંઠો પડ્યો. મંત્રીએ ગુપ્તચરો દ્વારા મેળવી લીધેલી સોનામહોરોની પોટલી વરરુચિને પરત કરી અને રાજાને એના સઘળા કપટની વાત જણાવી. રાજા શકટાલની બુદ્ધિની પ્રશંસા કરવા લાગ્યો.
એક દિવસ પુત્ર શ્રીયકના વિવાહ પ્રસંગે શકટાલ મંત્રી નંદરાજાને ભેટ આપવા છત્ર-ચામરાદિક તૈયાર કરાવવા લાગ્યો. આ વાત જાણીને વરરચિએ પોતાની પાસે અભ્યાસ કરતાં બાળકોને એવો પ્રચાર કરવાનું શીખવ્યું કે શકટાલ મંત્રી રાજાનો નાશ કરીને શ્રીયકને રાજ્ય આપશે.” બાળકોની આ વાત રાજા પાસે પહોંચી. રાજાને થયું કે બાળકો સ્વયે કહે છે તે ખોટું ન હોય. રાજાએ ગુપ્તચરોને શકટાલને ત્યાં મોકલ્યા. ગુપ્તચરોએ શકટાલને ત્યાં જે તૈયારીઓ થતી જોઈ તેની વાત રાજાને જણાવી. આ તૈયારીઓ શ્રીયકને રાજ્યાસને બેસાડવા માટેની છે એવી શંકાથી રાજા મંત્રી ઉપર ગુસ્સે થયો. બીજે દિવસે શકટાલ રાજસભામાં ગયો એટલે રાજાએ મોં અવળું કરી લીધું. શકટાલે ઘેર આવી શ્રીયકને જણાવ્યું કે “કોઈ દુષ્ટ પુરુષે રાજાને મારી વિરુદ્ધ ગુસ્સે કર્યા જણાય છે. પેદા થયેલો આ ઉત્પાત પોતાના જીવતાં સુધી શમશે નહીં એમ વિચારી શકટાલે શ્રીયકને સૂચવ્યું કે હું કાલે સવારે રાજસભામાં જઈ રાજાને પ્રણામ કરું ત્યારે તારે ખગથી મારો શિરચ્છેદ કરવો.” શ્રીયકે આવું નિર્દય કૃત્ય કરવાનો ઇનકાર કર્યો. ત્યારે શકટાલે કહ્યું, “હે પુત્ર, મારા જેવા વૃદ્ધને મારીને તો તું ખરેખર સમગ્ર કુળનો ઉદ્ધાર જ કરીશ. વળી, હકીકતે તારે પિતૃહત્યા કરવાની જ નથી. કેમકે હું તો તાલપુટ વિષનું ભક્ષણ કરીને મરીશ. તારે તો શિરચ્છેદનો માત્ર દેખાવ જ કરવાનો છે.” આમ શકટાલે પુત્રને પોતાની હત્યા માટે તૈયાર કર્યો.
• શકયલનું અપમૃત્યુ
બીજે દિવસે શ્રીયકે રાજસભામાં “આ રાજદ્રોહી છે' એમ કહી પિતાનો શિરચ્છેદ કર્યો. રાજાએ શ્રીયકને પૂછ્યું કે “તેં પિતાનો વૃથા વધ શા માટે કર્યો ?” ત્યારે શ્રીયકે કહ્યું કે જેનાથી કાન તૂટી જાય તેવા સુવર્ણથી શું ?” પછી રાજાએ શ્રીયકને મંત્રીમુદ્રા આપવા માંડી. ત્યારે શ્રીયકે પોતાના મોટા ભાઈ સ્થૂલિભદ્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org