SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બોલાવી મંત્રી મુદ્રા એને સોંપવાનું સૂચન કર્યું. રાજાએ સ્થૂલિભદ્રને તેડું મોકલ્યું. ભ.બાવમાં શકટાલનો અગ્નિસંસ્કાર કર્યા પછી શ્રીયકને રાજા મંત્રી મુદ્રા ધારણ કરવા કહે છે. શ્રીયક મોટા ભાઈ સ્થૂલિભદ્રનું નામ સૂચવે છે.] . • સ્થૂલિભદ્રનો મંત્રીપદ માટે અસ્વીકાર અને સંસારત્યાગ પોતાના મોટા ભાઈ જે અત્યારે કોશાને ઘેર છે તે પ્રધાનપદ માટે યોગ્ય છે એમ શ્રીયકે રાજાને કહ્યું. નંદરાજાએ સ્થૂલિભદ્રને બોલાવવા સેવકો મોકલ્યા. સ્થૂલિભદ્ર રાજસભામાં આવ્યો. નંદરાજાએ પોતાને મંત્રીપદ આપવાના કરેલા પ્રસ્તાવનો સ્થૂલિભદ્ર અસ્વીકાર કર્યો. રાજાએ કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું કે “સ્વામી, હું વિચારીને કહીશ.’ વિચારી જોવાની રાજાએ રજા આપી. સ્થૂલિભદ્ર અશોકવાટિકામાં એકાંત સ્થળે વિચાર કરવા લાગ્યો : આ સંસારમાં કોઈ કોઈનું નથી. બધા જ સ્વાર્થી છે. પક્ષીઓ ફળ વિનાના વૃક્ષનો, સારસ નિર્જળ સરોવરનો, ભ્રમરો કરમાયેલાં ફૂલોનો, મૃગો બળેલા વનનો, ગણિકા નિધન પુરુષોનો અને સેવકજનો રાજભ્રષ્ટ રાજાનો ત્યાગ કરે છે. જ્યારે મારા પિતા રાજ્યનાં અનેક કાર્યો કરવા છતાં અંતે કમોતે મૃત્યુ પામ્યા, ત્યારે મને આ રાજ્યમુદ્રાથી શું સુખ મળશે ? માટે અનર્થના કારણરૂપ રાજ્યમુદ્રાને સ્વીકારવી તે ધિક્કારપાત્ર છે. અને આ વિષયસુખને પણ ધિક્કાર છે. કેમકે આ વિષયસુખને વશ થયેલા એવા મને પિતાના મૃત્યુની પણ ખબર પડી નહીં.” આ પ્રમાણે વિચારી, વૈરાગ્યમય બની, પંચમુષ્ટિ લોચ કરી, શાસનદેવીએ આપેલા સાધુવેશને ધારણ કરી, નંદરાજાની રાજસભામાં આવી સ્થૂલિભદ્ર ધર્મલાભ આપ્યો. “શી”માં સ્થૂલિભદ્ર મંત્રીપદના પ્રસ્તાવ સંદર્ભે એમ વિચારે છે કે મંત્રી મુદ્રા ધારણ કરનારે સ્વામીનું કામ બરાબર કરી આપવું પડે છે. વળી તેમાં જો તે સ્ત્રીને વશ થયો તો નરકથી વધુ દુઃખ અહીં ભોગવવું પડે છે. વેશ્યાથી પણ વધારે નિંધ આ મંત્રીમુદ્રા છે. આમ વિચારી તે દિક્ષાના અંગીકારનો નિર્ણય કરે છે. થો.માં સ્થૂલિભદ્ર આ સંદર્ભે એમ વિચારે છે કે રાજસેવકો સુખનાં સાધનો ભોગવી શકતા નથી. અંગત સ્વાર્થનો ત્યાગ કરી, રાજાની સેવા કરવા છતાં ચાડિયા ખલપુરુષો રાજસેવકોને ઉપદ્રવ કરે છે. માટે પોતાના આત્માર્થે જ પ્રયત્ન કેમ ન કરવો ? ભ.બા.4માં સ્થૂલિભદ્ર વિચારે છે કે જો મંત્રીપદ ગ્રહણ કરીશ તો હું પરવશ થઈશ. રાજાના વિચારને નહીં અનુસરે તે દિવસે તે મારા પ્રાણ પણ લે.] રાજસભામાં સાધુવેશ ધારણ કરેલા સ્થૂલિભદ્રને જોઈ નંદરાજાએ પૂછ્યું, “આ શું કર્યું ?’ સ્થૂલિભદ્ર પ્રત્યુત્તર વાળતાં કહ્યું, “મેં સારી રીતે વિચાર્યું ને કરવું ઘટે ૨૬ / સહસુંદરકત ગુણરત્નાકરદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy