________________
સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૨૭
તે જ કર્યું.' [Æબા રૃ.'માં રાજા પૂછે છે, ‘કિં આલોચિતમ્ ?” (“શો વિચાર કર્યો ?”) લોચ કરેલા સ્થૂલિભદ્ર કહે છે, ‘લોચિતમ્’ (‘લોચ કર્યો’ સાધુજીવન સ્વીકાર્યું.) શી.'માં રાજા પૂછતા નથી, પણ સાધુવેશી સ્થૂલિભદ્રને જોતાં પ્રશંસા કરતાં કહે છે, હે મંત્રીસુત, તેં આ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. દુ:સાધ્ય કાર્યનો તેં આરંભ કર્યો. થોમાં કેશલોચ કરેલા સ્થૂલિભદ્ર જ્યારે રાજસભામાં જઈ ધર્મલાભ આપી પાછા ફરે છે ત્યારે રાજાને એવી શંકા જાય છે કે સ્થૂલિભદ્ર આમ કપટ કરીને વેશ્યાને ત્યાં પાછા તો જતા નથીને ! ખાતરી કરાવતાં તેમને સ્થૂલિભદ્ર પ્રત્યે સદ્ભાવ જાગે છે. કેમ કે કોઈ દુર્ગંધી શબવાળા સ્થાનમાં નાસિકા મરડીને જાય તેમ જતા સ્થૂલિભદ્રને એમણે જોયા. ઉ.સુ.માં પણ રાજાને રાજમહેલની અગાશીએ જઈ ખાતરી કરતા દર્શાવ્યા છે. ઉ.સુ.માં આ પ્રસંગ જુદી રીતે અપાયો છે. વેશ્યાના ઘર પાસે રસ્તા ઉપર એક શબ પડ્યું હોય છે. બધા નાક ઢાંકીને, આઘા ખસીને ત્યાંથી પસાર થાય છે; ત્યારે સ્થૂલિભદ્ર શબની દુર્ગંધથી અકળાયા વિના શબની નજીકથી જ પસાર થાય છે. સ્થૂલિભદ્રને વિશે ખાતરી કરવાનો પ્રસંગ ઉ.મા.માં નથી...
-
સ્થૂલિભદ્રે સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. [ઉ.મા.માં આ પછી, કોશાને સ્થૂલિભદ્રના દીક્ષાઅંગીકારની જાણ થઈ તેનો માત્ર ઉલ્લેખ જ છે. પણ શી.’* વિસ્તારથી નોંધે છે કે જ્યારે સ્થૂલિભદ્ર વિહાર કરવા લાગ્યા ત્યારે નંદરાજાએ શ્રીયકને મંત્રીપદ આપ્યું. શ્રીયકે પિતાના વેરનું સ્મરણ કરી કોશાનો આશ્રય કર્યો; એટલા માટે કે આવાં માણસો કપટકાર્યમાં કામ આવે.
• શ્રીયકની વરરુચિ બ્રાહ્મણ સાથે વેરની વસૂલાત
એક દિવસ શ્રીયકે કોશાને કહ્યું કે પિતાનું મૃત્યુ અને સ્થૂલિભદ્રની દીક્ષાની સ્થિતિ વરરુચિને કારણે થયાં છે. મારે એનું વેર લેવામાં તારી સહાયની જરૂર છે.’ કોશાએ પૂછ્યું કે “વેર કેવી રીતે લેવાશે ?” ત્યારે શ્રીયકે કહ્યું, “તારી બહેનની સાથે વરરુચિને પ્રીતિ છે. જો તારી બહેન વરચિને મદ્યપાન કરાવે તો હું કૃતાર્થ થાઉં.' પછી કોશાએ એની બહેનને વચને મદ્યપાન કરાવવાનો અભ્યાસ કરાવ્યો. વરચિ કવિતાથી રોજ રાજાને ખુશ રાખતો. એક દિવસ રાજાએ શ્રીયકને કહ્યું કે મારી રાજસભા શકટાલ મંત્રી વિના શોભતી નથી. નિશ્ચે, મેં કાગડાને ઉડાડવાને માટે જ રત્ન ફેંકી દીધું છે.' શ્રીયકે રાજાની આ મનોવેદનાની તક લઈને કહ્યું કે “શું કરીએ ? મદ્યપાન કરનારા વર ુચિએ ખોટી વાત ઉડાડવાથી આમ થયું.' રાજા કહે, ‘શું વચિ મદ્યપાન કરે છે ? ત્યારે શ્રીયકે બીજે દિવસે સવારે એની ખાતરી કરાવવાનું જણાવ્યું. બીજે દિવસે સભામાં માળીએ, શીખવી રાખ્યા પ્રમાણે, સૌને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org