________________
કમળપુષ્પ આપ્યું. શ્રીયકે કમળ સૂંઘી એની સુગંધનાં વખાણ કર્યા. એટલે સૌ પોતપોતાનાં કમળ સૂંઘવા લાગ્યા. વરરુચિએ પણ તેમ કરતાં મદનફળનું ચૂર્ણ નાકમાં જતાં તેને ઊલટી થઈ. રાજાએ તથા અન્યોએ વરરુચિનું મોં સૂંઘતાં મધના જેવી વાસ આવવા લાગી. વરરુચિ તિરસ્કૃત થઈ ઘેર ગયો. વરરુચિના પુત્રોએ પ્રાયશ્ચિત્ત કરવા માંડ્યું. પણ એટલામાં વરરુચિ મૃત્યુ પામ્યો. શ્રીયક નિર્વિબે મંત્રીપદ શોભાવવા
લાગ્યો.
- ભ.બા.4માં, શ્રીયક રાજાને વરરુચિના કાવતરાની સાચી જાણ કરતાં રાજા વરરુચિને દેશનિકાલ કરે છે એવો ઉલ્લેખ મળે છે. ત્યાં દેશનિકાલની ઘટના શકટાલના અગ્નિસંસ્કાર પહેલાં અને શ્રીયકને મંત્રીપદના પ્રસ્તાવ અગાઉ બનતી દર્શાવાઈ છે. થો માં વળી આ પ્રસંગ જુદી રીતે નોંધાયેલો છે. ત્યાં મદ્યપાન કરીને પસ્તાયેલો વરરુચિ શુદ્ધિ માટે બ્રાહ્મણો પાસે પ્રાયશ્ચિત્ત માગે છે. ત્યારે તેઓએ મદ્યપાનના પાપને નાશ કરનાર, તપાવેલા સીસાના રસનું પાન કરવા કહ્યું. વરરુચિ તપાવેલું સીસું પી જતાં તત્કાલ મૃત્યુ પામ્યો.]
સ્થૂલિભદ્રના ચારિત્રગ્રહણની વાત સાંભળી કોશા ખૂબ દુ:ખી થઈ. આંખમાં આંસુ સાથે તે વિલાપ કરવા લાગી. હે ચાર ચાણક્ય, તમે રાજ્યમુદ્રા ત્યજી ભિક્ષમુદ્રા શા માટે ગ્રહણ કરી ? મારે તમારા વિના કોઈનો આધાર નથી. હું હવે શું કરીશ ? કેવી રીતે જીવીશ ?” આમ કોશા વિરહવચનો બોલવા લાગી.
ચાતુર્માસ માટે સંભૂતિવિજય ગુરુનો આદેશ
આ બાજુ ગુરુ પાસે એક સાધુએ આગામી ચાતુમસ સિંહગુફા પાસે ગાળવાની ઈચ્છા વ્યક્ત કરી ને ગુરુની આજ્ઞા માગી. બીજા સાધુએ કહ્યું હું સર્પના દર પાસે ચાતુર્માસ કરવા ઇચ્છું છું' ત્રીજા મુનિએ કહ્યું, “હું કૂવાની અંતરાળે રહેલા લાકડા ઉપર ચાતુમસ કરીશ.” ત્યારે ચોથા સાધુ સ્થૂલિભદ્ર કોશાને ઘેર રહી ચાતુમસ ગાળવાની ઇચ્છા પ્રગટ કરી. ગુરુએ પ્રત્યેકની યોગ્યતા પ્રમાણી ચારેયને એમ કરવાની આજ્ઞા આપી.
[‘પ્રા.માં તો સ્થૂલિભદ્રમુનિની કથાનો આરંભ જ સંભૂતિવિજય પાસે આવીને સ્થૂલિભદ્ર સહિત ચાર મુનિઓએ જે-જે અભિગ્રહો લીધા તેનાથી થાય છે.
ભ.બા.વૃક”માં ત્રણ મુનિઓને યોગ્ય જાણીને આજ્ઞા આપ્યા પછી સ્થૂલિભદ્ર એવી વિનંતી કરી કે પોતે ચાર માસ સુધી ઉગ્ર તપ કર્યા વિના, ષડરસવાળા ભોજનનો આહાર કરીને, કોશાના ઘરમાં રહેશે. ગુરુએ સ્થૂલિભદ્રને પણ આજ્ઞા આપી.
ઉમા. અને ઉ.વ.માં સિંહ અને સાપ જેવાં પ્રાણીઓએ ત્યાં પહોંચેલા મુનિઓને જોઈ અત્યંત શાંતભાવે પોતાના રહેઠાણમાં એમને વસવા દીધા એવો ૨૮ / સહજસુંદરકત ગુણારત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org