________________
સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો... / ૨૯ ઉલ્લેખ છે. ઉ.વમાં સ્થૂલિભદ્ર તેમજ બે મુનિઓનો ઉલ્લેખ છે. સિંહગુફા અને સાપના દરમાં ચાતુમસ ગાળવા માગતા મુનિઓનો; ચોથા મુનિનો ઉલ્લેખ નથી.)
• સ્થૂલિભદ્રનો કોશાના નિવાસસ્થાને ચાતુમસ : કોશાના યૂલિભદ્રને રીઝવવાના પ્રયાસો
સ્થૂલિભદ્ર કોશાને ઘેર ગયા. સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશા અતિ હર્ષ પામી, સામે આવીને લિભદ્રનાં ચરણોમાં પડી. કોશાની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાળામાં રહ્યા. વર્ષાઋતુનો સમય, કોશાના ઘરનો ષટ્રરસનો આહાર, દીવાનખંડમાં નિવાસ, કોશા સાથેનો બારબાર વર્ષનો જૂનો સ્નેહ, કોશાના મુખ અને નેત્રના વિલાસ, હાવભાવ, ગીતસંગીતના મધુર અવાજો, નાટ્યવિનોદ – આ વાતાવરણની વચ્ચે કોશા સ્થૂલિભદ્રને સંસારભોગનું ઇજન આપતાં કહે છે, “હે સ્વામી, સ્વાધીન એવી કામિનીનાં કુચસ્પર્શ અને આલિંગન ત્યજીને આવું કઠોર તપ શા માટે ? હે સ્થૂલિભદ્ર, આ સમય ત્યાગ માટેનો નથી. મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવો. ફરીથી આ મનુષ્યજન્મ અને આ યૌવન દુર્લભ છે. તપ વૃદ્ધાવસ્થામાં કરવું ઉચિત છે.'
[‘શી.' અને ભ.બા.વામાં પોતાને ઘેર આવેલા સ્થૂલિભદ્ર વિશે કોશાને એવો તર્ક કરતી બતાવી છે કે “સ્થૂલિભદ્ર ચારિત્ર્યને સહન ન કરી શકવાથી અને પૂર્વના સ્નેહથી જ મારે ઘેર પુનઃ પધાર્યા છે. પણ નક્કી, તે લજ્જા-સંકોચને કારણે મને કાંઈ કહી શકતા નથી.”
ઉમા.”માં પણ સ્થૂલિભદ્રને આવતા જોઈ કોશાને લગભગ એવો જ તક કરતી બતાવાઈ છે. કોશા વિચારે છે કે “સ્થૂલિભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી, વ્રતનો ભંગ કરીને આવ્યા જણાય છે. ઉપ્રા.માં યૂલિભદ્ર કોશાને સાડાત્રણ હાથ દૂર રહીને નૃત્યાદિ કરવા રજા આપે છે. કોશાના શૃંગારિક હાવભાવનું વર્ણન આ પ્રમાણે છે : ગાત્રોને વાળવાની ચતુરાઈ પ્રગટ કરતી, ત્રિવલી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી, તથા વસ્ત્રની ગાંઠ બાંધવાને મિષે ગંભીર નાભિ રૂપી કૂપને પ્રગટ કરતી કોશા મુગ્ધકર નૃત્ય-નાટક કરવા લાગી. “ઉપ્રા.માં કોશા વતી સખીઓ સ્થૂલિભદ્રને વિનંતી કરે છે.]
• ચૂલિભદ્રનો કોશાને પ્રતિબોધ
આ સાંભળીને સ્થૂલિભદ્ર બોલ્યા, “હે ભદ્ર, અપવિત્ર અને મલમૂત્રના પાત્ર સમાન કામિનીના દેહને આલિંગવાને કોણ ઈચ્છે ? તપાવેલા લોઢાના થાંભલાને આલિંગવું સારું છે, પણ નરકના દ્વારરૂપ સ્ત્રીના જઘનનું સેવન કરવું સારું નથી. વળી એક વખતના સ્ત્રીસંભોગથી અનેક જીવોનો ઘાત થાય છે.” એક શ્લોક ટાંકીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org