________________
ત્રીજો અધિકાર / ૩૦૧ ગદ્યાનુવાદ : “અમ જોગીને ચોમાસામાં રહેવાનું) સ્થળ આપો; જેથી કરી શ્રી નવકારનામ જપું અને પાંચ વ્રતનો ભાર ઉપાડું, તપ તપું અને શ્રેષ્ઠ સંયમ આચરું.’ વિવરણ: “નવકાર તે જૈન ધર્મમાં મહામંત્ર ગણાયેલો ‘નવકારમંત્ર” – ‘નમસ્કારમંત્ર.” એમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ટિને નમસ્કાર કરવામાં આવ્યા છે.
પાંચ વ્રત તે સાધુએ પાળવાનાં પાંચ મહાવ્રત (જુઓ અધિકાર ૧ : કડી ૨૭નું
વિવરણ.)
પાઠતર : ૪ પંક્તિ નથી. (જુઓ કડી ૯૬નું પાઠાંતર) ૧ ટ અભિયોગ (‘અહ્મ યોગિ’ને બદલે); ૪ યોગ્ય. ૨. વ્રત પંચ હુ ન વહુ આ ભાર; સુ પાંચમું; સાર (“ભાર’ને બદલે).
પટલાલ આપી સુણી એમ. ટૂકડG રાખ્યઉ કરી નેમ,
પડિકમી ગમણાગમાણ પાપ, તે રહાઉ નિરમલપણાઈ આપ. ૯૮ ગદ્યાનુવાદ : આમ સાંભળીને (એમને) પરસાળ (મુખ્ય ગૃહ ?) આપી. નિશ્ચયપૂર્વક એમને નજીક રાખ્યા. ગમણાગમણ (આવજાથી) થતા પાપને પ્રતિક્રમીને તે આપમેળે નિર્મલપણાના ભાવે રહ્યા. વિવરણ: ગમણાગમણ પાપ એટલે આવ-જાને કારણે થતી જીવોની હિંસા કે એમને પડતું કષ્ટ. પડિકમવું એટલે પ્રતિક્રમવું – પાપમાંથી પાછા ફરવું, પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. પાઠાંતર ઃ ૧. ર૪ એમ (નેમાને બદલે). ૨ = પડિમી (પડિકમી'ને બદલે); $ પાર (પાપને બદલે); રહુ જ નિરમલ આપણાં આપ; ૪ અપાર (‘આપ’ને બદલે). પાઠચર્ચા: બીજી પંક્તિમાં ૪ સિવાયની બધી જ પ્રતો પાર ને સ્થાને પાપ અને
અપાર'ને સ્થાને ‘આપ’ પાઠ આપે છે. અહીં ગમણાગમણ નામના પાપનો સંદર્ભ હોઈ “પાપ” પાઠ જ બંધ બેસતો થાય છે. તેથી “પાપ” અને “આપ” પાઠ લીધા છે.
નવિ રૂસવઈ સાચવઈ ચાલ, મન પાડવા ગૂંથઈ નવ જાલ,
વાંકી વલી વાલું કમાણિ, વસિ કરું હાથી અવસિ જાણિ. ૯૯ ગદ્યાનુવાદ: કોશા તેમને) નારાજ કરતી નથી, રૂઢ વ્યવહાર સાચવે છે ને (સ્થૂલિભદ્રનું) મન પાડવા નવી જાળ ગૂંથે છે. “વાંકી વળીને કમાન (રચું) અને એમને અવશ જાણીને હાથી (સમા સ્થૂલિભદ્ર)ને વશ કરું. વિવરણ: છેલ્લા ચરણમાં જો હાથિ” પાઠાંતર લઈએ તો ..હાથથી વશ કરું' એમ અન્વયાર્થ થઈ શકે. પણ મોટા ભાગની પ્રતો ‘હાથી પાઠ આપતી હોઈ હાથીને વશ કરું એટલે કે “હાથી સમા સ્થૂલિભદ્રને વશ કરું એમ અન્વયાર્થ કર્યો છે. પ્રત તો હાથીને સ્થાને “વયરી” પાઠ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org