________________
બીજો અધિકાર / ૨૬૫
દોઈ કર પાખર બંધન ભીડઇ, આંકસ નખ દેઇ તન પીડઈ, પ્રીયુ પોંતાર સબલ સિરિ આવ્યઉ, યૌવન-હાથી મીલી મનાવ્યઉ. ૧૫૦ ગદ્યાનુવાદ : બન્ને હાથના કવચથી બંધન ભીડે છે. નખ રૂપી અંકુશ મારી શરીરને પીડે છે. પિયુ રૂપી બળિયો મહાવત માથે આવ્યો છે. યૌવન રૂપી હાથીને મળીને એને મનાવ્યો છે (રાજી કર્યો છે).
વિવરણ : આ કડીમાંનો રૂપક અલંકાર ધ્યાનપાત્ર. કામક્રીડાનું વર્ણન અહીં મહાવતહાથીના રૂપકચિત્રથી થયું છે.
પાઠાંતર : ૧. ૨૪ પાલિ ૬ પાખઇ (‘પાખર'ને બદલે); 7 ઉપર નખ; ૬ મું પીડઇ. ૨. ૬ પુરતાર ૬, ૮, ૪ કુંતાર (પોતાર'ને બદલે); સ્વ, ઘ, છ, રૂ, ૮, ૪ રસિ ૬ તન (સિસિર'ને બદલે); ∞ મીલ ૬, ૪ મીન (મીલી'ને બદલે).
કોશા કામ તન્નઇ સિ પ્રીણી, મધુર વયણ બોલઇ મુખિ ઝીણી,
જાણે ફૂલ ખિરઈ જગ જોતી, કવિ અહિનાણ કહઇ મુખિ મોતી. ૧૫૧ ગદ્યાનુવાદ : કોશા કામક્રીડાના રસથી પ્રસન્ન બની છે. મુખથી ઝીણાં મધુર વચન બોલે છે. જાણે ફૂલ ખરે છે, જગતમાં જ્યોતિરૂપ છે. મુખમાં મોતી છે એમ કવિ ઓળખ આપે છે.
વિવરણ : કોશાની કામક્રીડાની પ્રસન્નતાને કવિએ અલંકારવિભૂષિત કરી છે. પાઠાંતર : ૧. ૬ અમીય વાણિ ૬, ૪ મધુકર વયણ (મધુર વયણ'ને બદલે). ૨. ૬ ખિયર; ૪ કવિજન કહÛ ક્ષરě મુખી મોતી.
પારધીઉ તું પાડલિપુરણઉ, નયણાણિ મારી સિકરણઉં,
પ્રીઊંડા કિસી કહું તુઝ કરણી, જગધૂત કીધી તે ઘરણી. ૧૫૨ ગદ્યાનુવાદ : પાડલપુરનો તું પારધી છે. નયનબાણ મારીને વશમાં લેનારો છે. હે પિયુડા, તારી આ કરણી (કૃત્ય)ને હું કેવી કહું ! જગતને ધૂતનારીને તેં ગૃહિણી કીધી. વિવરણ : જગધૂરતિ કીધી તે ઘરણી' કોશાના એ ઉદ્ગારમાં ઇપ્સિત લક્ષ્યપ્રાપ્તિનો સંતોષ ડોકાય છે !
પાઠાંતર : ૧. રૂ પાધરીઉ. ૨. ગ તુમ્હે કરણી; હૈં, ૩ જગધૂતારણ છે જિંગ ધૂતારી; હૈં, છ, મૈં ‘તે’નથી.
પ્રીતð પ્રીતિ મિલી છઇ તુઝસ્યઉં, હવંઇ મ થાઇસિ દુમન મુઝસ્યઉં, રિદયકમલિ તું ભમર વિલુદ્ઘઉં, મુઝ ગુલાલ મિલીઉ હવઇ સૂધઉં. ૧૫૩ ગદ્યાનુવાદ : તારી સાથે પ્રીતથી પ્રીત મળી છે. હવે મારી સાથે તું દુર્ભાવવાળો (ઉદાસીન) થઈશ નહીં. હૃદયકમળમાં લુબ્ધ થયેલો તું ભ્રમર છે. મને હવે સરસ શુદ્ધ ગુલાલ પ્રાપ્ત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org