________________
વિવરણ: સ્થૂલિભદ્રને પ્રાપ્ત કર્યાના આનંદની કોશાની કાવ્યાત્મક અભિવ્યક્તિ : મને હવે સરસ-શુદ્ધ ગુલાલ પ્રાપ્ત થયો છે.” પાઠાંતર: ૧. ૨૨ પ્રીતિ ઘ પ્રીતિ (પ્રીત'ને બદલે); ૫ દુશ્મન. ૨.ગોવાલ (‘ગુલાલને બદલે); 1 કઈ ટ જગ (‘હવઈ’ને બદલે).
ક્ષણ ક્ષણ ન રહુ જુહી ગુણાતી. હાથિ ચડી કિમ શોધ્યું જાતી. નિય માલી વાડી સંભાલઉ, કેવડે ભાવ કરું મન વાલઉ. ૧૫૪ ગદ્યાનુવાદ : ગુણથી અનુરક્ત એવી હું ક્ષણમાત્ર પણ જુદી ન રહું. હાથે ચડેલી હવે હાથમાંથી જાતી કેમ શોભે ? નિજના (મારા) માળી, હવે (આ) તમારી વાડી સંભાળો. કેટલા ભાવથી હવે મનને વાળવાનું રાજી રાખવાનું) કાર્ય કરું ! પાઠાંતર : ૧. ર, ગ, ઘ, , ૪, ૫, ૬, ૩ ક્ષિણ/ક્ષણ ન રહું; = હૂઈ તુહ્ય રાતી (જુહી ગુણરાતી'ને બદલે). ૨. ગ, , , ૪ કરી; રુ મન ચાલી.
પગ ચાંપાઉં નઈ પાય તલહાંસલું, તુઝ સેવતી ન છોડવું પાસઉં,
વયરી વિરહ વિયોગ નિવાર, મોગર હાથિ ગ્રહીનઈ મારુ. ૧૫૫ ગદ્યાનુવાદ : પગ ચાંપુ ને પાય તળામું; તારું સેવન કરતી હવે હું (તાર) પડખું સંગ) છોડું નહીં. વેરી વિરહ-વિયોગને દૂર કરો. એને મગદળ (શસ્ત્ર) હાથમાં પકડીને મારો. વિવરણ : ક્ષણનો પણ વિયોગ કોશા માટે હવે અસહ્ય. વિયોગ-વેરીનો શસ્ત્રથી ઘાત કરવાનું એ કહે છે. પાઠાંતર : ૧. ૪ મુઝ ('તુઝને બદલે). ૨. ર૦, , ૫, ૬, ૮ કરીનઈ (‘ગ્રહીનઈને બદલે).
હૈ રે નયણાં પાપી મ રૂઉ, અવિહડ નાહ મિલ્યઉ છ0 ગિરૂઉં,
જાસૂઅણની કિત્તિ અનંતી, વઉલસિરી વિલસઈ ગુણવંતી ૧૫૯ ગદ્યાનુવાદ : હે રે, પાપી નયણાં, તમે રડો નહીં. ગરવો અખંડ (સંબંધવાળો) નાથ મળ્યો છે. જબાકુસુમની કીર્તિ અનંત છે. ગુણવંતી બકુલશ્રી (બોરસલી) વિલસે છે. વિવરણ: પોતાની આંખોને રુદન નહીં કરવાની વિનંતી કોશાના હૃદયભાવને ચોટદાર બનાવે છે. પોતાની સુંદર જોડી માટે જબાકુસુમ અને બકુલશ્રીની કલ્પના પણ સુંદર છે. અહીં, પોતાને અખંડ નાથ મળ્યાનો કોશાનો ઉદ્દગાર મીરાંની આ પંક્તિનું સ્મરણ કરાવે : “અખંડ વરને વરી.” પાઠાંતર ઃ ૧. ગ હૈ નથી; ૪ રહિ રે; ૨૪ મ રૂયા ગ મ મ રોઉ; છ એ છઈને બદલે).
બોલ સુવેધ કહી ઈમ નવનવ, મોહણવેલિ થઈ નવપલ્લવ,
મંગલ ધવલ કરઈ જયકારહ આણ ભવિ તૃહિ જ ભરતારહ. ૧૫૭ ર૬૬ / સહજસુંદરફત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org