________________
સર્વ જાતિસિદ્ધ છે. એમાં કાંઈ આશ્ચર્યકારી નથી. પણ આશ્ચર્ય તો તે છે કે, નહીં જાતિસિદ્ધ કે નહીં અભ્યાસસિદ્ધ એવું દુષ્કર શીલવંત સ્થૂલિભદ્ર પાળી બતાવ્યું. શીમાં સુથારે દીક્ષા લીધાનો ઉલ્લેખ આવે છે પણ તે સ્થૂલિભદ્ર પાસે લીધાનો ઉલ્લેખ નથી. થો.”માં રથકારે અને ભદબાવમાં સુથારે સદ્ગુરુ પાસે જઈ દિક્ષા લીધી એવો ઉલ્લેખ મળે છે.].
• સ્થૂલિભદ્રનું ચૌદ પૂર્વનું અધ્યયન
સ્થૂલિભદ્ર પણ અનુક્રમે સાર્થ દશ પૂર્વનું અને સૂત્રમાત્રથી ચાર પૂર્વનું અધ્યયન કરી, ચતુર્દશપૂર્વમાં છેલ્લા થઈ, ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડી, નિર્મળ કીર્તિથી જગતને ઉજ્જવળ કરી, પ્રસિદ્ધિ પામી, ૩૦ વર્ષ ઘરમાં, ૨૪ વર્ષ વ્રતમાં અને ૪૫ વર્ષ યુગપ્રધાનપણામાં – એ પ્રમાણે ૯૯ વર્ષનું આયુષ્ય પાળીને મહાવીર સ્વામીનિવણથી ૨૧૫મા વર્ષે સ્વર્ગે ગયા.
ઉ.મા.માં કોશાને પ્રતિબોધ પમાડી ગુરુ પાસે પાછા ફરેલા સ્થૂલિભદ્રના ચૌદ પૂર્વના અધ્યયનની, ઉજ્વળ પ્રસિદ્ધિની અને સ્વર્ગગમનની વાત સમાપન રૂપે અતિ સંક્ષેપમાં સમેટી લેવાઈ છે. જ્યારે, “શી.', ભLબા વૃ' અને થો.'માં સ્થૂલિભદ્રનું દશ પૂર્વનું સાથે અધ્યયન અને પછીનાં ચાર પૂર્વાનું સૂત્રમાત્રથી અધ્યયન – અર્થ સહિત કેમ નહીં? – તેની વિગતવાર કથા રજૂ થઈ છે. આ કથા સાથે જ સ્થૂલિભદ્રની સાત બહેનોનું કથાનક પણ અહીં સંકળાય છે. શી.માં કથા આ પ્રમાણે આગળ ચાલે છે :
• સ્થૂલિભદ્ર ભદ્રબાહુવામી પાસે
સ્થૂલિભદ્રના ગુરુએ સ્થૂલિભદ્ર આદિ ૫૦૦ સાધુને ભદ્રબાહ પાસે દષ્ટિવાદ ભણવા મોકલ્યા. આ ભદ્રબાહુ કોણ હતા તેનું નાનકડું કથાનક પણ અહીં શી માં છે. અભ્યાસાર્થે ગયેલા સર્વે મુનિઓ પોતાને ભદ્રબાહુએ આપેલી થોડી થોડી વાચનાથી ઉદ્વેગ પામીને પોતપોતાને સ્થાનકે પાછા ફરી ગયા. માત્ર સ્થૂલિભદ્ર એકલા જ ભદ્રબાહુ પાસે રહ્યા. ગુરુસેવામાં રત રહી તેઓ ભદ્રબાહુ પાસે દશ પૂર્વ ભણ્યા.
થો.” અને “ભ.બા..'માં તો ભદ્રબાહુનું કથાનક “શી.”ના કરતાં પણ વધુ વિસ્તારથી મળે છે.
• ભદ્રબાહસ્વામીનું કથાનક ભ.બા.4.માં મળતું ભદ્રબાહુનું કથાનક આ પ્રમાણે છે :
એક વાર બાર વર્ષ સુધી દુકાળ પડ્યો. તે વખતે સાધુઓનો સંઘ સમુદ્રવટે શ્રી ગુરુની પાસે આવ્યો. દુષ્કાળની સ્થિતિને કારણે સાધુઓ સુધાથી પીડાતા હોવાથી ૩૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org