SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ધ-કોશા કથાનકના આધારસોત ગ્રંથો.. / ૩૩ ભણતાગણતા બંધ થયા. અને સૌ સિદ્ધાંતો વીસરી ગયા આ કારણે પાટલિપુત્ર નગરમાં સંઘ એકઠો મળ્યો. ત્યાં જેને જે-જે સૂત્રો આવડતાં હતાં તેને એકઠાં કરી ૧૧ અંગ (આચારાંગ, સૂત્રકૃતાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાનધર્મકથા, ઉપાસક દશા, અંતગડદશા, અનુત્તરોવવાઈ, પ્રશ્નવ્યાકરણ અને વિપાક) પૂર્ણ કર્યો. ત્યાર પછી શ્રી સંઘે બારમા અંગ દષ્ટિવાદ માટે બે સાધુઓને શ્રી ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. ભદ્રબાહુને પ્રણામ કરીને સાધુઓએ કહ્યું, “તમને ગુરુમહારાજ પાટલિપુત્ર નગરમાં બોલાવે છે.” ભદ્રબાહુએ કહ્યું, “હમણાં મેં મહાપ્રાણ નામનું ધ્યાન આરંભ્ય હોઈ મારાથી હમણાં ત્યાં આવી શકાશે નહીં.' પેલા બે સાધુઓએ પાછા આવી ભદ્રબાહુસ્વામીનો ઉત્તર ગુરુને અને સંઘને જણાવ્યો. આથી ગુરુએ અને સંઘે ફરીથી બે શિષ્યોને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. તેમણે જઈને ભદ્રબાહુને પૂછ્યું, જે વ્યક્તિ સંઘની આજ્ઞા પ્રમાણે ન વર્તે તેમને શો દંડ કરવો ?” ભદ્રબાહુએ ઉત્તર વાળ્યો, “તેને સંઘની બહાર મૂકવો.” ત્યારે શિષ્યોએ તેમને કહ્યું, “આ વચનથી તો તમે જ સંઘની બહાર થયા. ત્યારે ભદ્રબાહુએ સંઘનો આદેશ પોતાનું પ્રમાણ ગણ્યો. પછી કહ્યું “હમણાં હું મહાપ્રાણ ધ્યાનમાં છું તેથી મને નવરાશ નથી. તો પણ હું તે સાધુઓને સાત વાચના દઈશ. એક વાચના ગોચરીએથી આવીને, બીજી મધ્યાહે, ત્રીજી બહારની ભૂમિથી પાછા આવીને, ચોથી સંધ્યા સમયે અને ત્રણ વાચના પ્રતિક્રમણ સમયે આપીશ. એમ કરવાથી શ્રી સંઘનું અને મારું કાર્ય પણ થશે.' આ ઉત્તર સાથે પેલા બંને શિષ્યો પાછા વળ્યા. આવીને સંઘને બધી વાત કરી. તેથી હર્ષ પામીને સંઘે સ્થૂલિભદ્રની મુખ્યતામાં પાંચસો સાધુને દૃષ્ટિવાદ શીખવાને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. . સ્પેલિભદ્રનું બહેનો સમક્ષ સિંહરૂપ તે પછી એક વાર સ્થૂલિભદ્રની દીક્ષિત બહેનો વિહાર કરતી કરતી સંસારકાળના ભાઈને વંદન કરવા માટે ત્યાં આવી. તેમણે ગુરુને પૂછયું કે “સ્થૂલિભદ્ર ક્યાં છે ?” ગુરુએ કહ્યું “અશોકવૃક્ષની નીચે બેઠાબેઠા સ્વાધ્યાય કરે છે. સ્થૂલિભદ્રે પોતાની બહેનોને આવતી જોઈ અને કૌતુકની ઇચ્છાથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો સિંહથી ભય પામી ગુરુ પાસે પાછી જઈ કહેવા લાગી, “હે પ્રભો, અમારા ભાઈને તો સિંહ ખાઈ ગયો છે.' ગુરુએ કહ્યું, “તમે ક્લેશ કરશો નહીં. તમારો ભાઈ કુશળ છે. માટે પુન: ત્યાં જઈ એને પ્રણામ કરો.” ગુરુના કહ્યા પ્રમાણે યક્ષા આદિ સર્વે બહેનો ત્યાં ફરી ગઈ, ને સ્થૂલિભદ્રને જોઈ ભાઈને વંદના કરી. બહેનોએ ભાઈને પોતે જોયેલા સિંહ વિશે વાત કરતાં સ્થૂલિભદ્રે કહ્યું કે “સિંહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું.' Jain Education International For Private & Personal Use Only: www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy