SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ • યક્ષાએ યૂલિભદ્રને કહેલો શ્રીયકના મૃત્યુનો વૃત્તાંત પછી યક્ષાએ સ્થૂલિભદ્ર સમક્ષ ભાઈ શ્રીયકના મૃત્યુની વાત કહી સંભળાવી. યક્ષાએ કહ્યું, “હે ભગવન્, શ્રીયકે પણ અમારી સાથે ચારિત્ર ધારણ કર્યું હતું. પરંતુ તે ભૂખ સહન કરી શકતો નહીં. એક દિવસ તેણે કોઈ પર્વને દિવસે (ચો' અને ભદબાવ અનુસાર પર્યુષણ પર્વ) પોરસી પૂરી થતાં તે પારણું કરવા ઈચ્છુક હતો. ત્યારે મેં ફરીથી એને કહ્યું કે તું આ દુર્લભ પર્વને દિને પૂર્વાહ્નનું વ્રત શું નહીં કરે ? ત્યારે શ્રીયકે લજ્જાને લીધે તે વ્રત ગ્રહણ કર્યું. તે વ્રત પૂર્ણ થતાં મેં તેની પાસે અપરાલનું વ્રત કરાવ્યું. ત્યાર પછી રાત્રી સુખેથી વીતી જશે' એમ કહી ઉપવાસનું પચ્ચકખાણ કરાવ્યું. પછી અડધી રાતે સુધાકુલ બનેલા દેહવાળો શ્રીયક આરાધનાપૂર્વક મૃત્યુ પામી દેવલોકમાં ગયો.” પછી, યક્ષા સ્થૂલિભદ્રને કહે છે, હે પ્રભો, સાધુની હત્યાના પાપથી ભયભીત બનેલી મેં પ્રાયશ્ચિત્ત કરવા માટે સંઘની આગળ આ વાત નિવેદિત કરી. સંઘે જણાવ્યું કે આનું પ્રાયશ્ચિત્ત ન હોય, કારણ કે તમે તો શ્રીયકને તારવા માટે એની પાસે તપ કરાવ્યું હતું. સંઘના ઉત્તર છતાં મેં આત્મનિંદા કરતાં કહ્યું કે જો આવું જ જિનેશ્વર સ્વમુખે કહે તો મારું સમાધાન થાય. એટલે સંઘે કાઉસ્સગ્ગ (કાયોત્સર્ગ) કર્યો. શાસનદેવીએ આવીને સંઘને કહ્યું કે હું આ યક્ષાને સીમંધરસ્વામી પાસે લઈ જઈશ. યક્ષાને પાછી લાવું ત્યાં સુધી તમે કાઉસ્સગ્નમાં રહો. પછી શાસનદેવી મને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગઈ. મેં પ્રભુને વંદના કરી. પ્રભુએ કહ્યું કે આ સાધ્વી નિર્દોષ છે. પ્રભુએ મારી પાસે ચાર ચૂલિકાનું વ્યાખ્યાન કર્યું. તે મેં ધારી લીધું. પછી શાસનદેવી મને આ ભરતક્ષેત્રને વિશે પાછી લાવી. એટલે મેં ચારેય ચૂલિકા સંઘને અર્પણ કરી.” યક્ષો સ્થૂલિભદ્રને આ પ્રમાણે પોતાનો વૃત્તાંત કહીને સપરિવાર પોતાના આશ્રમે ગઈ. - ભ.બા.વૃક”માં શ્રીયકના મૃત્યુનો પ્રસંગ અને યક્ષાનો પશ્ચાત્તાપ “સ્થૂલિભદ્રની કથા” અને “શ્રીયકની કથા' બંનેમાં અપાયો હોઈ એ ઘટના-પ્રસંગોની વાત બેવડાઈ છે. થો.'માં સાત બહેનો પાટલિપુત્રમાં સ્થૂલિભદ્રને મળે છે એવો ઉલ્લેખ છે. વળી ત્યાં ભદ્રબાહુ સાત બહેનોને સ્થૂલિભદ્ર અશોકવૃક્ષ નીચે નહીં પણ ઉપલા માળે સ્વાધ્યાય કરી રહ્યા હોવાનું કહે છે. થો.”માં સાતેય સાધ્વીબહેનો શ્રીયકની વાત કરે છે. યક્ષાનો વિશેષ ઉલ્લેખ નથી. • કક્ષાએ જે ચાર ચૂલિકાઓ સંઘને અર્પણ કરી તેનાં નામ છે ભાવના, વિમુક્તિ, રતિકલ્પ અને વિવિક્તચય આમાંથી પ્રથમ બે ચૂલિકા - ભાવના અને વિમુક્તિ - “આચારાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે. અને પછીની બે ચૂલિકા – રતિકલ્પ અને વિવિક્તચય – દશવૈકાલિકસૂત્રમાં પ્રાપ્ત થાય છે. ૩૪/ સહસુંદરત ગુણરત્નાકરછેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy