________________
સ્થૂલિભદ્ધ-કોશા કથાનકના આધારસોત ગ્રંથો / ૩૫ ન • સ્થૂલિભદ્રના અપરાધનો ગુરુએ આપેલો દઃ છેલ્લાં ચાર પૂવનું શાન માત્ર સૂત્ર રૂપે જ
શી.', ભ.બાવ અને થો.”માં ભદ્રબાહુએ સ્થૂલિભદ્રને બાકીનાં ચાર પૂર્વોનું અધ્યયન અર્થ સાથે કેમ ન કરાવ્યું તેની વાત આ પ્રમાણે છે :
સ્થૂલિભદ્ર જ્યારે વાચના લેવા આચાર્ય પાસે આવ્યા ત્યારે ગુરુએ કહ્યું, ‘હવે તું વાચના આપવા યોગ્ય નથી.” ગુરુનાં આ વચન સાંભળી યૂલિભદ્ર પોતાના અપરાધનું કારણ વિચાર્યું. કાંઈ કારણ યાદ ન આવતાં વૃલિભદ્ર ગુરને કહ્યું કે અને જ્યાં સુધી કરેલા અપરાધની સ્મૃતિ આવતી નથી ત્યાં સુધી હું અપરાધી કહેવાઉં નહીં.” ગુરુએ કહ્યું, “અપરાધ કરીને પાછો તું માનતો નથી?” પોતે સિંહ રૂપ લીધાનું સ્મરણ થતાં સ્થૂલિભદ્ર તત્કાલ ગુરુનાં ચરણોમાં પડ્યા અને અપરાધની ક્ષમા માગવા લાગ્યા. પોતે ફરીથી આવો અપરાધ નહીં કરે એમ પણ કહ્યું. ગુરુએ કહ્યું, “તું ફરીથી અપરાધ કરે કે ન કરે, પણ જેમ તાવવાળાને ચીભડું અપાય નહીં, તેમ હું તને અપરાધીને વાચના આપીશ નહીં.'
પછી સ્થૂલિભદ્ર ગુરુને શાંત પાડવા સંઘનો આશ્રય લીધો. સંઘની પ્રાર્થના સાંભળી સૂરિએ સંઘને કહ્યું કે જ્યારે આ સ્થૂલિભદ્ર સરખા પણ આ જ્ઞાનથી વિકાર પામ્યા તો પછી બીજાઓ પામે તો શું આશ્ચર્ય ? માટે બાકીનાં જે પૂર્વોને હું જ જાણું છું તે પૂર્વે અર્થ વિના સ્થૂલિભદ્રને શીખવાડીશ. એટલો તેને દંડ આપવો ઘટે છે.
• સંઘના આગ્રહથી ગુરુએ – ભદ્રબાહુસ્વામીએ સ્થૂલિભદ્રને બાકીનાં પૂર્વો અર્થ વિના ભણાવ્યાં. અનુક્રમે આચાર્યપદને પામીને સ્થૂલિભદ્ર ભવ્ય જીર્વોને બોધ પમાડી, તીવ્ર તપ તપી, સ્વર્ગે ગયા.].
• સિંહગુફાવાસી મુનિનું કથાનક
ઉ.મા.માં સિંહગુફાવાસી મુનિનું દષ્ટાંત “સ્થૂલિભદ્રનું દષ્ટાંત અંતર્ગત નથી પણ જુદું અપાયેલું છે. પણ તે સ્થૂલિભદ્રકોશા કથાનક સાથે સંકળાયેલું તો છે જ. [“શી”માં આ કથાનક યૂલિભદ્રની કથા-અંતર્ગત જ આવે છે.]
એક દિવસ પાટલિપુત્રમાં શ્રી સંભૂતિવિજય આચાર્યના સિંહગુફાવાસી શિષ્ય સ્થૂલિભદ્ર ઉપર ઈષ્ય કરી બીજું ચાતુમસ કોશા વેશ્યાની બહેન ઉપકોશા વેશ્યાને ઘેર ગાળવાની ગુરુ પાસે આજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે “હે મહાનુભાવ ! ત્યાં તમારું ચારિત્ર જળવાશે નહીં.” ગુરુએ વાય છતાં એ મુનિ ત્યાં ગયા અને ચાતુમસિ-નિવાસને માટે યાચના કરી. સાથે એમ પણ કહ્યું કે જેવું સ્થૂલિભદ્રને રહેવા મળ્યું હતું તેવું સ્થાન મને આપો.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org