________________
સ્થૂલિભદ્ર-કોશા કથાનકના આધારસોત ગ્રંથો.... / ૩૧ કનિો ઉલ્લેખ છે. અહીં પણ મુનિઓ સ્થૂલિભદ્ર મંત્રીના પુત્ર હોવાથી એમનો વિશેષ આદર થયાની શંકા કરે છે.
ઉપ્રા.માં સ્થૂલિભદ્રને બે-વાર કે ત્રણ વાર દુષ્કર' કહેવાનો ઉલ્લેખ નથી. ત્યાં આવકારનું નિરૂપણ જુદી રીતે થયું છે.
- પેલા ત્રણ મુનિઓ આવે છે ત્યારે ગુરુ દરેકને “હે વત્સ, દુષ્કર કાર્ય કરનાર, તું ભલે આવ્યો. તને શાતા છે ?’ એમ કહે છે. જ્યારે સ્થૂલિભદ્રને “હે મહાત્મા ! હે દુષ્કર કાર્યના કરનાર, તું ભલે આવ્યો’ એમ કહે છે. આમ પોતાને “વત્સ,
જ્યારે સ્થૂલિભદ્રને ‘મહાત્મા’ના થયેલા આદરથી પેલા ત્રણ મુનિઓને ઈર્ષ્યા આવે છે. એમને પણ સ્થૂલિભદ્ર મંત્રીના પુત્ર હોવાથી આમ થયું હોવાની શંકા જાય છે.]
• રથકારનું કથાનક
હવે એક દિવસ નંદરાજાની આજ્ઞાથી કોઈ રથકાર કોશાને ત્યાં આવ્યો. બારીમાં રહીને તેણે શરસંધાન દ્વારા આમ્રફલની લૂબ આણી બતાવી. તો સામે કોશાએ સરસવનો ઢગલો કરી, તેના પર સોય મૂકી, તેના પર એક પુષ્પ મૂકી તેના ઉપર નૃત્ય કર્યું. કોશાની આ નિપુણતા જોઈ રથકાર બોલ્યો, “આ અતિ કઠિન કામ છે. ત્યારે કોશાએ કહ્યું કે “શરસંધાનથી આંબાની લંબ તોડવી તે પણ દુષ્કર કાર્ય નથી, અને સરસવ પર નૃત્ય કરવું તે પણ દુષ્કર નથી. દુષ્કર તો એ છે જે સ્થૂલિભદ્ર કર્યું અને નારી રૂપી વનમાં મોહ ન પામતાં શુદ્ધ - પવિત્ર રહ્યા. પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં ઇંદ્રિયોને વશ રાખનારા હજારો છે, પણ અતિ રમ્ય હવેલીમાં અને નારીના સામીપ્યમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો એક શકટાલપુત્ર જ છે.'
આ પ્રમાણે સ્તુતિ કરીને કોશાએ સ્થૂલિભદ્રનું સમગ્ર સ્વરૂપ રથકારને કહી બતાવ્યું. પ્રતિબોધ પામેલા રથકારે સ્થૂલિભદ્ર પાસે જઈને ચારિત્ર લીધું.
[‘શીમાં રથકારની જગાએ સુથારનો ઉલ્લેખ છે. રાજાએ મોકલેલો સુથાર કોશામુખે સ્થૂલિભદ્રની પ્રશંસા સાંભળીને ઈર્ષાળુ બન્યો. પલંગ ઉપર બેઠાંબેઠાં એણે આંબાની લૅબ વીંધી. પહેલા બાણને બીજું, બીજાને ત્રીજું એમ બાણો લગાડીને, બીજા અધિચંદ્ર બાણથી બે છેદી એણે કોશાના હાથમાં મૂકી. આમ અહીં આપ્રફળની લૅબ વીંધવાનું વર્ણન ઉ.મા.' કરતાં વીગતવાળું છે. થો. રથકારનો ઉલ્લેખ કરે છે. કથાનક “શી.ને લગભગ મળતું આવે છે. ભ.બા.વમાં આ કથાનક “શી.ને મળતું છે.
“શી.માં કોશાના નૃત્યથી પ્રસન્ન થયેલા સુથારે કોશાને પૂછ્યું, હું તને શું આપું ?” કોશાએ કહ્યું, “ઘુવડ રાત્રે જુએ છે ને પક્ષીઓ આકાશમાં ઊડે છે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org