________________
(ગલઈ એ = ગળામાં, ગલઈ એ = ગળાતું, ગળાય. ઉગલઇએ = ઓગળે,
ગલગલઈ એ = ગળગળી થાય છે, આદ્ર બને છે.) ક ‘
કિસ્યઉં કરું પહિરી ભુષણ એ, પઈસેવા પ્રીય વિણ ભૂષણ એ, કતવિયોગ ટલઇ તપ તપતાં, કરિ નાંખઈ કુંડલ તપતપતાં.” (૩૭૨) (ભૂષણ = આભૂષણો, ભૂષણ = અતૃપ્ત, નિરર્થક. તપ તપતાં = તપ કરતાં,
તપતપતાં = તગતગતાં, ચળકતાં) * “ભમરીની પરિ પ્રીક ગુણ ગણતી. કરિ ચૂડી નાંખઈ ગુણગણતી.” (૩.૭૩)
(ગુણ ગણતી = (પ્રિયના) ગુણ ગણગણે, ગુણગણતી = બડબડતી, ગણગણાટ
કરતી) = “પગિ પગિ વરસાલઈ વર સાલઈ...” (૩૭૮) | (વરસાલઈ = વષકાલમાં, વર સાલઈ = પતિનો વિરહ) સાલે છે.) વાજિંત્રનાદ-સંગીતયુક્ત પદાવલિ :
અહીં કેટલીક કડીઓમાં કવિએ વાજિંત્રનાદની રવાનુકારી પદાવલિ પણ પ્રયોજી છે. ચારણી છંદોલયની છટામાં પૂરક બનતી આવી પદાવલિનો પણ એક અનોખો વૈભવ હોય છે. કૃતિમાં જોવા મળતાં એવાં સ્થાનો તપાસીએ :
સરસ્વતીની શોભા વર્ણવતાં : * ઘમઘમ ઘૂઘર ઘમઘમકતય, ઝંઝર રિમઝિમ રણરણકંતય,
કરિ ચૂડી રણકતિ કિ દિuઈ, તુહ સિંગાર કીઉ સહ ઉuઈ.” (૧.૯)
સ્થૂલિભદ્રના જન્મમહોત્સવના એક ભાગ રૂપે થતું ગાનવાદન : * “ઘણ ગજ્જઈ જિમ કરીય સુવલ, વજ્જઈ ધધિકિટ ઢંકટ મદ્દલ,
ચચપટ ચચપટ તાલ તરંગા, થગિનિ તિથંગ નિરાકટ થીંગા.” (૨.૧૧) * “તાથગિનિ તાથગિનિ તિઘુગિનિ તિઘુગિનિ સિરિગમ અપધનિ સુસર સર,
નીચાણ કિ કમકતિ મદ્રમ દ્રહકંતિ કહહ કુટુકાર કરે, ઝલૂરિ ઝણઝણકંતિ ભેરી ભણકંતિ ભોં ભોં ભૂગલ ભરહરય, ઘેઘુર ઘમઘમકંતિ રણણ રણકંતિ સસબદ સંગિતિ સદ્દસય.” (૨.૧૨)
પોતાને ત્યાં પાછા ફરેલા ધૂલિભદ્રને ગાન-વાદન-નર્તનથી કોશા રીઝવવાનો પ્રયાસ કરે છે ત્યારે : * “નાચઈ નાચ કરી સિંગારહ ધિધિકટ ટૅક્ટના ધોંકારહ,
ચોલી ચીર કસી કરિ ચરણા ઘમકાવઈ ઠમકાવઈ ચરણા.” (૪.૪) * “ચરણ ઠમકાવઈ, ઘમઘમકાવઈ દેખાડઈ નવનવી કલા,
ગાવઈ ગુણ મંગલ, ભેરહ ભુગલ ચચપટ છંદઈ ભરંતિ નલા.” (૪.૫) ૧૨૨ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org