SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણરત્નાકરછેદની સમીક્ષા / ૧૨૩ * “તંતી તલ તાલ તવલ દમદમકઈ, ધપમપ દ્રઢંકાર કર્યો, ધોંકટ કટકટ ટૅગગમ ઝેઝે તિથનગિ તિથનગિ તિરાડ ગયું, સિરિ સિરિ ગમ ગમ મઝિ મરિ ગગ મમ પધમ મા ધુનિ ગીય રસ. નાચઈ ઈમ કોશિ કલાગુણ દાખઈ, બોલતિ છંદ તિ કવિત જસં.” (૪૬) કવિએ આ કૃતિને છંદ' સંજ્ઞાથી ઓળખાવી છે. ઓળખાવી છે એટલું જ નહીં, સાચા સ્વરૂપે એ સંજ્ઞાને સાર્થક પણ કરી છે. છંદોગાનનો રસ એ કવિનું લક્ષ્ય રહ્યું છે. કવિ કૃતિના આરંભમાં જ એને માટે સંકલ્પબદ્ધ છે. અને છેક સુધી છંદોગાનનું પ્રાધાન્ય જાળવીને એ સંકલ્પ એમણે સિદ્ધ કર્યો છે. કડી ૧.૧૮માં સ્વસંકલ્પ રજૂ કરતાં કવિ જણાવે છે : આણી નવનવ બંધું, નવનવ છંદેણ નવનવા ભાવા, ગુણરત્નાકરછંદ, વળિસુ ગુણ ધૂલિભદ્રસ્સ.” વળી કડી ૧.૩૭–૩૮માં કવિ કહે છે : નવનવ ગાહ કવિતરસ, દૂહા છંદ રસાલ, રંગ-વિનોદ ગુણી તણા, હવઈ બોલઉં ચઉસાલ. છંદ છંદ સહુ કો ભણઈ, છંદ વિના ચઉ છંદ, છંદઉ કરિ જાણઈ જિ કે, તેહ ઘરિ પરિમાણંદ.” અહીં કવિએ જુદાજુદા વીસ ઉપરાંત છંદો પ્રયોજ્યા છે જેમાં પ્રથમ આર્યા, બેઅક્ષરી આય, રેડકી, અડયલ, જડયલ, સારસી, દૂહા, મડયલ, મંડલિ, ત્રિભંગી, લીલાવતી, વૃદ્ધનારા, પદ્ધડી, છપ્પય, શ્લોક (અનુષ્ટ્રપ), હાટકી, ગગનગતિ, ભુજંગપ્રયાત, રસાઉલઉં, મુક્તાદામ, ગાથા – એટલા છંદોનો સમાવેશ થાય છે. આ બધા છંદો સંસ્કૃત પિંગળમાં આવતા અક્ષરમેળ કે માત્રામેળ છંદો છે અને આ બધા જ છંદોનો ચારણી પરંપરાની રચનાઓમાં ઉપયોગ થયો છે. આમાંથી રેડકી' છંદ બૃહત્ પિંગળ'માં મળતો નથી કે ચારણી પરંપરામાં પણ એ નામનો છંદ જણાતો નથી. “ગુણરત્નાકરછંદની અન્ય પ્રતોમાં રેડકીને સ્થાને ભમરાઉલિ', રેણુકી” અને “રૂડિલાં’ એવાં નામો મળે છે. પણ “બૃહતપિંગલમાં ભમરાઉલિ (ભ્રમરાવલિ)નું છંદબંધારણ અને ચારણી પરંપરામાં રેણકી) છંદનું બંધારણ અલગ પડે છે. રેડકી અને “રૂડિલો એક જ જણાય છે. પદ્ધડીનો ઉપયોગ અપભ્રંશમાં વિશેષ થયો છે. એ પછી એ છંદ ચારણ કવિઓએ જેટલો પ્રયોજ્યો છે એટલો મધ્યકાળના ગુજરાતી કવિઓએ આ પદ્ધડીનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy