SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ મંઝિલ આસાવેલિ વિલુદ્ધી બાલી, ડઇ પડઇ વિરહણિ વિકાલી, હું યૌવનભર તઇ કાં ટાલી, લાગઈ સેજિ હવઇ કાંટાલી. ૬૨ ગદ્યાનુવાદ : આશા રૂપી વેલથી લોભાયેલી આ વિક્ષુબ્ધ વિરહિણી બાળા રડે છે, (ઢળી) પડે છે. ભરયૌવનમાં મને તેં શાને તરછોડી ? હવે સેજ કાંટાળી લાગે છે. વિવરણ : કોશાની વિરહાવસ્થાનું વિપ્રલંભશૃંગાર નિષ્પન્ન કરતું ચિત્ર. (કડી ૬૨થી ૭૮) વિરહાવસ્થાના નિરૂપણમાં કવિએ પ્રચુરપણે કરેલા યમકપ્રયોગો પણ ધ્યાન ખેંચશે જ. (કંડી ૬૨થી ૭૩) પાર્માંતર : રવ ડુઅલ ગ, ગ, જ્ઞ મડયલ ૬, ૬, ૭, ૮, ૪ અડયલ્લ છંદ. ૧. ઘ વેશ્યાવેધ વિલૂધી; છ આસાવેશ ૪ આસ્યાવેધ; સ્વ રડએ પડએ વિરહ વિકરાલી; ૪ ૨ઇ (૨Rsઇં’ને બદલે). ૨. ૪ અતિ (તě'ને બદલે); ૬, ૪ વલી કંટાલી. ઝરમર વરસઇ નયણે કાજલ, રોતાં ગલી ગયઉં સતિ કાજલ, ક્ષત્રિ છાંડિર્ટી ક્ષગ્નિ ઊભી તડકઇ, રીસભરી સહીઅર સ્થઉં તડકઇ. ૬૩ ગદ્યાનુવાદ : નયનોમાં વાદળ ઝરમર વરસે છે. રડતાં સઘળું કાજળ ગળી ગયું. ઘડીક છાંયડે તો ઘડીક તડકે તે ઊભી રહે છે. રીસે ભરેલી (કોશા) સખી પ્રત્યે તાડૂકી ઊઠે (ગુસ્સાથી બોલે) છે. પાઠાંતર : ૧. રવ નયણએ છ નયણાં; ઘ રોતી; ટ ગહિલ્યો તે (ગલી ગયઉં”ને બદલે); ઘ ગયાં; જ્ઞ વલી કાજલ. ૨. ગ ક્ષણ ભીતર ઊંબર ક્ષણ ખેલઇ ( પ્રતની ૬૪મી કડીનું ૧લું ચરણ અહીં રજા ચરણ તરીકે છે.); સ્વ, ઇ છાહિ / છાંહિð ખિણ ખિણ ઊભી તડકઇ; – બાહિર ૪ છાયાં (છાંહિઇંને બદલે); ૬, ૪ રીસ ચડી; ગ રીસિઈ સહીયર સ્ક્રૂ વલી તકઇ; છ રોસ ભરી સહીઅર સ્યું ભડકઇ. પાઠચર્ચા : બીજી પંક્તિમાં ઃ પ્રતના બાહિ’િ પાઠને સ્થાને ર૬, ૪, ૪ વગેરે પ્રતોનો ‘છાંહિઇં’ પાઠ લીધો છે; કેમ કે છાંહિð’ અને ‘તડકઇ’ દ્વારા ઊભું થતું વિરોધચિત્ર જ કાવ્યોચિત બને છે. શિ ભીતિર ઉંબરિ સિન્નિ ખેલઈ, ચક ચડી નીસાસા મેહલઇ, શિ લોટઇ ઓટઇ દુખ મોટઇ, પ્રીઊ વિણ ધાન કિસ્સઉં નવિ બોટઈ. ૬૪ ગદ્યાનુવાદ : ઘડીક અંદર તો ઘડીક ઉંબરે તે ખેલે છે. ચોકીએ ચડીને નિસાસા મૂકે છે. ઘડીક મોટા દુઃખે તે ઓટલા ઉપર આળોટે છે. પ્રિય વિના કાંઈ પણ અનાજ તે ચાખતી (એઠું કરતી, મોઢે અડાડતી) નથી. વિવરણ : આંતપ્રાસ શબ્દાનુપ્રાસ ધ્યાન ખેંચે છે. બીજી પંક્તિમાં લોટઇ મોટઇ બોટઇ' ના પ્રાસ નોંધપાત્ર. ઓટઇ ૨૮૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy