________________
જલભરીઆ સાયર, તપઈ દિવાયર, તેજ કરઈ જા ચંદ, સહિગુરુપય વદઉ, તાં લગિ નંદઉ, ગુણરતનાગરદ, ઉવએસગછમંડણ, દુરિતવિહંડણ, ગિરૂઆ રયાસમુદ્ર,
ઉવઝાયપુરંદર, મહિમામંદિર, મંગલ કરુ સુભદ્ર. ૮૪ ગદ્યાનુવાદ : જ્યાં સુધી સાગર જળથી ભરેલા હોય, સૂર્ય તપતો હોય અને ચંદ્ર તેજ કરતો હોય ત્યાં સુધી સદ્ગુરુનાં ચરણ વંદો અને ગુણરત્નાકરછંદ આનંદ આપો. ઉપકેશગચ્છના ભૂષણ રૂપ, અનિષ્ટને હરનારા, મહિમાના મંદિર સમા, ઉપાધ્યાયોમાં પુરંદર (મુખ્ય) ગરવા રત્નસમુદ્ર મંગલ અને સુભદ્ર (સુકલ્યાણ) કરો. પાઠાંતર ઃ ૨. ૪ સુહગુરૂ, ૩, ૫૩, ૪ પાય. ૪ ૪ પંક્તિ નથી; ૨, ૪, ૫, ૭, ટ, ૩ મહિમા સુંદર,
આય સંવત પન્નર બિહુતરિ વરસે. એ મઈ છંદ રચ્યઉ મનહરસે,
ગિરૂઉ ગણહર નવનવ દહૈં, સહિજસુંદર બોલઈ આણંદઈ. ૮૫ ગદ્યાનુવાદ: સંવત પંદરસો બોંતેર વર્ષે, મનના હર્ષથી એ છંદ મેં રચ્યો. નવાનવા છંદોથી સહજસુંદર ગરવા ગણધર (સ્થૂલિભદ્ર)ને આનંદપૂર્વક વર્ણવે છે. પાઠતર : ર, ગ, ઘ, , , ટ, ૩ છંદનું નામ નથી જ અડયુલ્લ છંદ ન છંદ: ૧. ર૪ વરસિદ; ૨૪ એમ (“એ મને બદલે; છ એ છંદ રચિઉ મનનિઈ હરસે; છેદહિ; ત કરિઉ મનહરસિ; સુ મનિ હરસે. ૨. ૨ આણંદહેં.
એ ઋષિરાજ સગુણ જે ગાસ્ય, અર અમર માનવ તે થાસ્ય, "
ઘરિ મંડાણ-મહોચ્છવ સંતતિ, દ્વિવૃદ્ધિ લહસ્યાં તે સંપતિ. ૮૬ ગદ્યાનુવાદ: ગુણવંત એ ઋષિરાજ (સ્થૂલિભદ્ર)ને જે ગાશે તે માનવ અજરઅમર થશે. ઘરમાં મહોત્સવની રચના, સંતતિ, ઋદ્ધિ-વૃદ્ધિ અને સંપત્તિને તે પ્રાપ્ત કરશે. વિવરણ: આ કડીમાં કવિ ‘ગુણરત્નાકરછંદની ફલશ્રુતિ કહે છે. બીજી પંક્તિમાં સંતતિનો અર્થ “સાતત્ય, પરંપરા' પણ હોઈ શકે. તો “મંડાણ-મહોચ્છવ-સંતતિ'નો અન્વયાર્થ મહોત્સવરચનાની પરંપરા એમ પણ હોવાનો સંભવ છે. પાઠાંતર : ૧. ૪ એ ઋષિરાય તણા ગુણ ગાર્સિ પહેલું ચરણ); ૨૩, , , , ૩,
ગુણ ગાશે; ઇ અજરામર થાનક તે થાસિઈ; ; અર (“અર’ને બદલે). ૨. ગ ઘરિ ઉચ્છવ મંડાણ જ સંતતિ (ત્રીજું ચરણ); 1 સંપત્તિ (સંતતિ’ને બદલે); રવ રધિવધિ લહસિ; ઘ લહસે; , રૂ, ૪, ૪ સંતત્તિ (“સંપતિ’ને બદલે).
૩૩૪ / સહજસુંદકૃત ગુણરત્નાકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org