________________
ચોથો અધિકાર / ૩૩૫
કુલસ
પાડલપુરિ સિગડાલ, સબલ મંત્રીશ્વર ભગ઼ીઇ, નંદરાય નરમુગટ, સુભટ જ્સ કીતિ સુણીઇ, થૂલિભદ્ર થિરમન્ન, કોસિ યુવતી જિણ તારી, ચંદ્રકલા નિકલંક, સા સાસન કારી, વયી-વિયોગ-ભાવઠિહરણ, કરણ રિદ્ધીસિદ્ધી સયા, લીલાવિલાસ રસરંગ ઘઉ, કરું સહિસુંદર મા. ૮૭ ગદ્યાનુવાદ : પાડલપુરમાં બળિયો મંત્રીશ્વર શકટાલ કહેવાય છે. નરમુકુટ નંદરાજાના એ સુભટ; જેમની કીર્તિ સંભળાય છે. જેમણે કોશા યુવતીને તારી તે સ્થિર મનવાળા સ્થૂલિભદ્ર છે. નિષ્કલંક ચંદ્રકલા સમા તે શાસનનો જય કરનારા છે. વેરી, વિયોગ ને સંકટોનું હરણ કરનારા અને સદા રિદ્ધિ-સિદ્ધિ કરનારા છે. તે લીલાવિલાસ ને રસરંગ આપો. સહજસુંદર પર કૃપા કરો.
પાઠાંતર : રવ, ગ ‘કલસ’ નથી ષ ષપદ છંદ. ૧. રવ ‘સબલ’ નથી; રદ્દ ભણીજઇ ઇ સુણીઇ (‘ભણીઇ’ને બદલે). ૨. ૢ વર મુગટ છ નરેસ (નરમુગટ'ને બદલે); T, ૬ ઘિર (નરને બદલે); ઘ સુભગ (‘સુભટ’ને બદલે); સ્વ સુણીએ છ થુણીઇ. ૩. રવ...કોશ જવતી ગુણરાતી. ૪. ર ચંદ્રલિ. ૫ ઘ, ૪ વયર; ગ ‘કરણ’ નથી; છ વૃદ્ધી (‘સિદ્ધી'ને બદલે). ૬ ૬ લીલા સરસ રંગે દીઉ... છૅ, ઘ સરંગ (‘રસરંગ’ને બદલે).
પાઠચર્ચા : છેલ્લી પંક્તિમાં રૂ પ્રતમાં ‘સરંગ’ પાઠ છે પણ એ લેખનદોષ જણાય છે. અન્ય ઘણી પ્રતો ‘રસરંગ’ પાઠ આપે છે. એ યોગ્ય જણાવાથી સ્વીકાર્યો છે.
[∞ થી ૪ સુધીની બધી પ્રતોની પુષ્પિકાઓ માટે જુઓ ‘પરિશીલન’ પ્રકરણ ૬ : પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ’]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org