________________
ચોથો અધિકાર / ૩૩૩
પાઠ આપે છે. પ્રચુર જળના પ્રવાહમાં બૂડું નહીં એ ચિત્રમાં પ્રવાહની સાથે બૂડવું' ક્રિયારૂપ જ વિશેષ બંધબેસતું ગણાય. એથી મુખ્ય પ્રતનો પાઠ બદલ્યો છે.
ભાગી મન સંસા. કરાં, પ્રસંસા, સેવઈ સુરનર પાય, જિનસાસનહસહ નિરમલ વસહ, ગુણ બોલઈ ગુરુરાય, સુધઉ બ્રહ્માચારી. પરઉપગારી, નરનારી ઘઈ રાસ,
લેસ્યઈ સુરરિદ્ધિ, કઈ શિવસિદ્ધિ, જસ તિહુઅરજણ દાસ. ૮૨ ગદ્યાનુવાદ : મનમાંના સંશયો દૂર થયા. (તે) પ્રશંસા કરે છે. દેવો અને માનવો ચરણ સેવે છે. જિનશાસનના હંસ સમાન, નિર્મળ વંશના (સ્થૂલિભદ્રના) ગુરુરાય ગુણ બોલે છે. (સ્થૂલિભદ્ર) પરોપકારી, શુદ્ધ બ્રહ્મચારી છે. નરનારી રાસ રમે છે. ત્રિભુવનના લોકો જેમના દાસ છે તેવા તે (સ્થૂલિભદ્ર) દેવની રિદ્ધિને કે શિવસિદ્ધિને (મોક્ષપદને પામશે. વિવરણ : કાવ્યનાયક સ્થૂલિભદ્રની ગુણપ્રશસ્તિ.
સિંહગુફાવાસી મુનિના કથાનકની ઉપયોગિતા કે હતુસિદ્ધિ એ કે સ્થૂલિભદ્ર વિશેના સંશયો નિર્મૂળ થયા. સ્થૂલિભદ્રનો કામવિજય અન્ય મુનિના સ્વાનુભવે પ્રમાણિત – પ્રતીત થયો. પાઠાંતર : ૧. ર૩, , , , ૩, ૪ ભાગ. ૨. ગ હંસા; ગ વંહ ૩ ટુ વ્રતધારી (“બ્રહ્મચારી’ને બદલે). ૪ ૪ લહર્સે ૩ લહઈસાઈ; ૪ સુરરિદ્વઈ; # શિવસિદ્ધઈ શિવસુદ્ધી, ગ “જણ' નથી; ટ જય દાસ (...જણ દાસને બદલે).
ઇક આવઈ જાઇ, હરખ ન માઈ, ગુણ ગાઈ ચિરકાલ. મંગલ ધજ ધવલા, દઈ સબલા, ગાજઇ વર પોસાલ, મોતીભરિ ભાવઈ, થાલ વધાવઈ, ફિત્તિ કરઈ નરનાર,
ગુણવંત મુની:શ્વર, જય યોગીશ્વર, વિઘન હરઈ સંસારિ. ૮૩ ગદ્યાનુવાદ: કેટલાક આવે ને જાય છે. હર્ષ માતો નથી. ચિરકાળ ગુણ ગાય છે. મંગલ અને શુભ્ર મોટી ધજા ફરકાવાય છે. ઉત્તમ પોષાળ પોષધશાળા) ગાજે છે. નરનારીઓ થાળમાં મોતીના ઢગ લાવે છે, અને વધાવે છે; કીર્તિગાન કરે છે : “ગુણવંતા મુનીશ્વર, યોગીશ્વર જય પામો, જે સંસારમાં વિખો હરે છે.” પાઠાંતર: ૧.ઈમ (ઈકને બદલે; આંબઈ (“આવ ને બદલે). ૨. છ દીસઈ નવલા (દીજઈ સબલા'ને બદલે); છ ગુણ બોલાઈ ચુસાલ (“ગાજઈ વર પોસાલ'ને બદલે). ૩ ગ ધવલ (થાલ'ને બદલે). ૪ $ એ ગુણવંત; રવ મુણીસર જયઉ જોગીસર; ટ જોઉ (જયને બદલે); ૪ વિઘનહરણ સંસારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org