SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠાંતર : ૨, ૩, ૪ એકૃ; ર સજ્યો સુ કરિઉં (સયઉ'ને બદલે); ૪, ૮ અરW. ૩. છ સમી (‘તણી’ને બદલે); g ‘તણી’ નથી; ગ.ર તણી (“સમી’ને બદલે); ; “સમી' નથી. ૪.૮ કેબલ જિમ સંબલી, સંયમ રોલિઉ; ૪ સંબલ (સંયમને બદલે); જ રોલ્યું તિમ; ર૩ લહસિ ન લહિસિઈ લાયું (લહિસ્યને બદલે); ૪ તિમ (°ફલને બદલે). પાઠચર્ચા: ૪ પ્રતમાં “રાલ્યઉ પાÁ હતો તે લેખનદોષ હોવાથી રોલ્યઉ' કરી લીધો વયણાં ઇમ સાંભલિ, વલી ભાંભલિ, હઈઇ વિમાસી આપ. મદમયગલ ભાંજી, ગાઢઉ લાજી, સયલ ખમાવઈ પાપ, ભવસાયરતારણિ, નરગ નિવારણિ, ગોરી તું ગુણરાશિ, સંયમ ય ગુડીઆ, ઉપસમિ ચડીઆ, આવ્યા શ્રી ગુરુ પાસિ. ૮૦. ગદ્યાનુવાદઃ આવાં વચનો સાંભળી, વ્યાકુળતા ટાળીને (મુનિ) હૈયામાં સ્વયં વિચાર કરે છે. મદ રૂપી હાથીને ભાંગીને, અત્યંત શરમાઈને સકલ પાપ ખમાવે છે પાપની ક્ષમાપના યાચે છે). હે ભવસાગર તરાવનારી, નરક નિવારનારી ગોરી, તું ગુણનો ભંડાર છે. સંયમરૂપી હાથીને સજ્જ કરીને, (કષાયોના) ઉપશમે ચડેલા તે (મુનિ) શ્રી ગુરુ પાસે આવ્યા. પાઠતર : ૧. છ મન મઈ સંકા (ટાલિ ભાંભલિ’ને બદલે); ર૩, ૨ ૩ વિમાસઈ. ૨. ભાગી; ર લાગી “લાજીને બદલે); ૪ સબલ પખાલે પાય (છેલ્લું ચરણ). ૩. ૪ વારણિ (‘તારણિને બદલે). ૪. v સંયમગુણ જડીઆ ઉડીઆ ('ગુડીઆ'ને બદલે) લાછિલદે નંદન, જય જગવંદન, કરઈ પ્રદક્ષિણ તા. પગિ પગિ ગુણ ભાખઈ, સાલ ન રાખઈ, વલિવલિ કરઈ પ્રણામ. નારી નયણાલે. જલ અસરગલે, નવિ બૂડલે પરવાડિ ઇમ વતક વીતું, જગત્ર-નદીતું, તે છતું જગમાંહિં. ૮૧ ગદ્યાનુવાદ : “લાછલદેવીના પુત્ર, જગતવંદ્ય (સ્થૂલિભદ્ર)નો જય હો.' (કહી) પછી પ્રદક્ષિણા કરે છે. ડગલેડગલે ગુણ બોલે છે. કોઈ શલ્ય રાખતા નથી. વળીવળી પ્રણામ કરે છે. “નારીની આંખો રૂપી પ્રચુર જળના પ્રવાહમાં હવે બૂડું નહીં. આ પ્રમાણે વીતક વીત્યું. ત્રણે જગમાં પ્રસિદ્ધ જે છે હવે) તેને (સંયમમાર્ગને) આ જગતમાં જીતું.’ પાઠાંતર : ૧. ૪ જયજય વંદન. ૨ ૨૩, ૩, ૪ વલિ કર. ૩ નાલી નયનાલે જ નારી નવનાલે; ૪ નસ અસરાલે; ૪, ૪ છૂટક (બૂડઉ'ને બદલે). ૪. ૪ અહ્મ વીતક; ૨૦, ગ, ઘ, આ તઈ ૪ નઈ ( તેને બદલે); ૪ “તે જીતું નથી. પાશ્ચચ: ત્રીજી લીટીમાં ૪ પ્રતના છૂટી પાઠને સ્થાને મોટા ભાગની પ્રતો “બૂડ ૩૩ર | સહજસુંદરફત ગુણરત્નાકરછંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy